મહાતોફાનથી ફિલિપાઇન્સમાં 10 હજાર લોકોના મોતની આશંકા
મનીલા, 10 નવેમ્બરઃ ફિલિપાઇન્સમાં આવેલા મહાતોફાન ‘હૈયાન'એ ભારે તબાહી મચાવી છે. રેડ ક્રોસે આ મહાતોફાનમાં 10 હજારથી વધુ લોકો મર્યા હોવાની આશંકા જાહેર કરી છે. ફિલિપાઇન્સ રેડ ક્રોસના સેક્રેટરી જનરલ અનુસાર ટેક્લોબન અને સમારમાં સૌથી વધારે નુક્સાન થયું છે. રેડ ક્રોસની ટીમોએ ટેક્લોબનમાં અંદાજે 1 હજાર મૃતદેહોને તરતા જોયા છે. સમરમાં પણ અંદાજે 200 લોકોના મોતના સમાચાર છે.
ફિલિપાઇન્સમાં 147 માઇલ પ્રતિ કલાકની ઝડપે ચાલી રહેલી હવાઓએ હાહાકાર મચાવ્યો છે. લોકો જીવ બચાવવા માટે પ્રયત્નો કરી રહ્યાં છે. અંદાજે 8 લાખ લોકોને સુરક્ષિત સ્થળે વિસ્થાપિત કરવામાં આવ્યા છે, જ્યારે 1 કરોડ અને 20 લાખથી વધારે લોકો હજુ પણ ખતરામાં છે. નાગરિક વિમાનન મંત્રાલયના ઉપ મહાનિદેશક કેપ્ટન જોન એન્ડ્રૂઝે જણાવ્યું કે તાકલોબાન શહેરમાં મૃતદેહો રસ્તા પર પડેલા હતા. નજારો ઘણો જ ભયાવહ હતો.
ફિલિપાઇન્સની સરકાર અને વૈજ્ઞાનિકોનું કહેવું છે કે, ક્લાઇમેટ ચેંજના કારણે આટલા ઝડપી તોફાનો આવી રહ્યા છે. અત્યાર સુધી ફિલિપાઇન્સમાં આ ભિષણ તોફાન માનવામાં આવી રહ્યો હતો, પરંતુ તબાહી જોઇને એવું માનવામાં આવી રહ્યું છે કે, આ વિશ્વના સૌથી ભયાવહ તોફાનોમાના એક છે. આને તોફાનોની કટેગરીમાં સૌથી ઉપર રાખવામાં આવે ચે. તોફાનોની પાંચ કેટેગરી હોય છે અને આ તોફાન પાંચમી કેટેગરીથી પણ ઉપર જતું રહ્યું છે.

20 ફૂટ સુધી ઉંચી લહેરો
દરિયામાં 20 ફૂટ ઉંચા મોજાઓ આવી રહ્યાં છે. મોજાઓ ભારે વસ્તીવાળા વિસ્તારો તરફ આવી રહ્યાં હતા. વૈજ્ઞાનિકો તેને સુપર સાઇક્લોન ગણાવી રહ્યાં છે. તોફાનોની સૌથી વધુ અસર પ્રવાસીઓના પસંદીદા સ્થળ સમાર અને લેયેતેમાં થઇ છે.

ભૂકંપ બાદ પૂરે વધારી મુશ્કેલી
લેયેતેના ગવર્નર રોજર મેરકેડોએ કહ્યું કે, વરસાદ બંધ થવાનું નામ લઇ રહી નથી. તમે જ્યારે આવી સ્થિતિનો સામનો કરતા હોવ તો તમારી પાસે માત્ર એક જ માર્ગ બચે છે અને એ છે પ્રાર્થના. અધિકારીઓનું કહેવું છે કે, એક કરોડ 20 લાખ લોકોના જીવ ખતરામાં છે. જ્યારે 1.25 લાખ લોકોને ગામો અને શહેરોમાંથી બહાર કાઢવામાં આવ્યા છે.

તૈયારીઓ પૂરી
ફિલિપાઇન્સના રાષ્ટ્રપતિ બેનિગ્નો એક્વિનોએ કહ્યું કે, અમે યુદ્ધ જેવી સ્થિતિ માટે સંપૂર્ણ તૈયારી કરી લીધી છે. સી-130 એરફો્સ કાર્ગો પ્લેન અને 32 હેલિકોપ્ટર સાથે અનેક જહાજોને તેનાત કરવામાં આવ્યા છે. આ સ્થિતિને નિપટવા માટે 20 નેવી શિપને પણ તૈયાર કરવામાં આવ્યા છે. 200થી ધુ લોકલ ફ્લાઇટને કેન્સલ કરવામાં આવી છે. ફિલિપાઇન્સમાં સ્કૂલ, ઓફિસ અને દૂકાનોને બંધ કરાવી દેવામાં આવી છે.

રાહત કાર્ય ઝડપથી
રાહત શિબિરોમાં ખાવાનો સામાન અને જરૂરિયાતોની વસ્તુઓ પહોંચાડી દેવામાં આવી છે. અધિકારીઓનું કહેવું છે કે, શિબિરોમાં અમારું સૌથી પહેલું કામ ખાવાનું પહોંચાડવાનું છે.

કેટેગરી-1 અને કેટેગરી-2
કેટેગરી-1:હવાની ઝડપ 90થી 125 કિમી પ્રતિ કલાક, ઝાડ-પાનને નુક્સાન પરંતુ ઘરોને કોઇ નુક્સાન નહીં.
કેગેટરી-2: તબાહી નોતરે તેવી હવા 125થી 164 કિમી પ્રતિ કલાકની ઝડપથી ચાલે છે. ઝાડ-પાનને વધુ નુક્સાન, વિજળી ઠપ થવી અને ઘરોને અસર થવી.
કેટેગરી-3
વધુ તબાહી નોતરે તેવી 165થી 224 કિમી પ્રતિ કલાકથી ચાલતી હવા, ઇમારતોને નુક્સાન, પશુઓ અને પાકોને વધુ નુક્સાન.

કેટેગરી-4
રસ્તામાં અનેક વસ્તુઓને પોતાની ઝપેટમાં લેનારી 225થી 279 કિમી પ્રતિ કલાકની ઝડપથી ચાલતી હવા, ઘરોની ઇમારતને વધુ અસર, જાન-માલને નુક્સાન.

કેટેગરી-5
સૌથી વધારે નુક્સાન કરતી 280 કિમી પ્રતિ કલાકની હવાઓ જેમાં કોઇપણ બચી શકતું નથી.
-
તમિલનાડુના રાજકારણમાં મોટી ઉથલપાથલ, શશિકલાએ નવી પાર્ટીની જાહેરાત કરી -
Gujarat Titans Schedule: ગુજરાત ટાઇટન્સ આ દિવસે રમાશે પ્રથમ મેચ, રાજસ્થાન અને દિલ્હી સામે પણ થશે જોરદાર ટક્કર -
Gujarat Weather: રાજ્યના આ જિલ્લાઓમાં ગરમીનું યલો એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gold Rate Today: 13 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
Dhurandhar 2: ક્યારે અને ક્યાં જોઈ શકશો રણવીર સિંહની 'ધુરંધર 2', આવી ગઈ સંપૂર્ણ વિગતો -
Israel Iran War: શું સંકટ વચ્ચે ભારતમાં સસ્તું થશે Petrol-Diesel? શું છે સમુદ્ર પર તરતું 'ઓઇલ માર્કેટ'? -
T20 World Cup જીત્યા બાદ મોહમ્મદ સિરાજ પર આ હસીનાએ વરસાવ્યો પ્રેમ! જાહેરમાં કહી દિલની વાત -
IMD Weather Forecast Today: ગુજરાત-રાજસ્થાનમાં હીટવેવની આશંકા, યુપી-બિહાર સહિત 5 રાજ્યોમાં વરસાદનું એલર્ટ -
ખેડૂતો માટે ખુશખબર: ગુજરાત સરકારનો મોટો નિર્ણય, સિંચાઈ માટે કેનાલમાંથી અપાશે પાણી -
પીએમ કિસાનનો 22મો હપ્તો જારી કરાયો, આવી રીતે કરો ચેક -
Petrol Diesel Price: 14 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
LPG સિલિન્ડરને લઈને સરકારનો લુલો બચાવ, સંસદમાં કોઈ અછત ન હોવાનું ગાણું ગાયું










Click it and Unblock the Notifications
