For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

કોરોના વાયરસનો કહેર, વિશ્વમાં 2 લાખથી વધુના મોત, માત્ર 16 દિવસમાં બમણો થયો આંકડો

કોરોના વાયરસનો કહેર, વિશ્વમાં 2 લાખથી વધુના મોત, માત્ર 16 દિવસમાં બમણો થયો આંકડો

|
Google Oneindia Gujarati News

નવી દિલ્હીઃ ચીનના વુહાનથી શરૂ થયેલ કોરોના કહેર વિશ્વભરમાં હાહાકાર મચાવી રહ્યો છે. અત્યાર સુધી હજી સુધી એકેય સક્સેસફુલ વેક્સીન પણ નથી બની. જેના કારણે દુનિયાભરમાં 2 લાખથી વધુ લોકોના જીવ ચાલ્યા ગયા છે. જ્યારે દુનિયાભરમાં સંક્રમિત દર્દીની સંખ્યા 30 લાખ પહોંચવા આવી છે. હાલના સમયમાં અમેરિકા આ મહામારીનો સૌથી પ્રભાવિત દેશ બન્યો છે. જ્યારે ભારતમાં લૉકડાઉન બાદ પણ આંકડો તેજીથી વધી રહ્યો છે.

16 દિવસમાં આંકડો બેગણો થયો

16 દિવસમાં આંકડો બેગણો થયો

કોરોના સંબંધિત આંકડા જાહેર કરનાર સાઈટ વર્લ્ડ મીટર્સ ડૉટ ઈન્ફો મુજબ દુનિયાભરમાં અત્યાર સુધી કોરોનાના 29 લાખ 22 હજાર 78 મામલા સામે આવી ચૂક્યા છે. જેમમાંથી 2 લાખ ત્ણ હજાર 304 લોકોના મોત થયાં છે. આ દરમિયાન એક રાહત ભર્યા સમાચાર પણ છે. જ્યાં 8, 37, 156 દર્દી આ બીમારીથી ઠીક થઈ ચૂક્યા છે. જે કારણે હવે એક્ટિવ કેસની સંખ્યા 18 લાખ 81 હજાર 615 છે. એક રિપોર્ટ મુજબ 11 જાન્યુઆરીએ વુહાનમાં કોરોનાના કારણે પહેલું મોત થયું હતું, આ આંકડો એક લાખ સુધી પહોંચવામાં 90 દિવસનો સમય લાગ્યો હતો. જ્યારે હવે માત્ર 16 દિવસમાં જ આ આંકડો બમણો થઈ 2 લાખને પાર પહોંચી ગયો છે.

અમેરિકાની હાલત ખરાબ

અમેરિકાની હાલત ખરાબ

આમ તો કોરોના ચીનથી શરૂ થયો હતો પરંતુ હવે ત્યાં સ્થિતિ સામાન્ય થઈ ગઈ છે. હાલના સમયમાં અમેરિકા કોરોનાનું નવું કેન્દ્ર બની ગયું છે. જ્યાં અત્યાર સુધી 9 લાખ 60 હજાર 896 મામલા સામે આવ્યા છે. જેમાંથી 54265 લોકોના મોત થયા છે. અન્ય એકેય દેશમાં આટલા મોત નથી થયાં. અમેરિકા બાદ સ્પેન અને ઈટલીના હાલાત ગંભીર છે જ્યાં સ્પેનમાં 223759 અને ઈટલીમાં 195351 મામલા સામે આવ્યા છે.

ભારતમાં કેવા હાલાત છે

ભારતમાં કેવા હાલાત છે

સ્વાસ્થ્ય મંત્રાલય તરફથી જાહેર કરવામાં આવેલ જાણકારી મુજબ ભારતમા કોરોનના વાયરસથી સંક્રમિત લોકોની સંખ્યા 26498 થઈ ગઈ છે. પાછલા 24 કલાકમાં 1990 નવા મામલા સામે આવ્યા છે, જ્યારે 49 લોકોના મોત થયાં છે. ભારતમા ંકોરોના વાયરસથી મરનારાઓની સંખ્યા 824 સુધી પહોંચી ગઈ છે. જ્યારે 5804 લોકો સ્વસ્થ થી પોતાના ઘરે પાછા આવી ગયા ચે. કોરોનાની ચેન તોડવા માટે સરકારે આખા દેશમાં 3 મે સુધી લૉકડાઉનનું એલાન કર્યું છે અને લોકોને ઘરમાં જ રહેવાની અપીલ કરવામાં આવી રહી છે. જ્યારે હૉટસ્પૉટ વાળા વિસ્તારોને સંપૂર્ણપણે સીલ કરી દેવામાં આવ્યા છે.

લૉકડાઉનને કારણે સ્કૂલમાં રોકાયેલી મહિલા પર ગેંગરેપ, 3ની ધરપકડલૉકડાઉનને કારણે સ્કૂલમાં રોકાયેલી મહિલા પર ગેંગરેપ, 3ની ધરપકડ

English summary
More than 2 lakh deaths worldwide due to coronavirus
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X