For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

પાકિસ્તાન: ભૂકંપમાં મૃતકોની સંખ્યા 270, હજારો ઘાયાલ

By Kumar Dushyant
|
Google Oneindia Gujarati News

ઇસ્લામાબાદ, 25 સપ્ટેમ્બર: દક્ષિણ પશ્વિમ પાકિસ્તાનના બલૂચિસ્તાન પ્રાંતમાં આવેલા વિનાશકારી ભૂકંપમાં મૃતકોની સંખ્યા વધીને 200 થઇ ગઇ છે તથા હજુ આંકડો વધવાની આશંકા છે. દુર્ગમ વિસ્તારો અને રસ્તાઓના અભાવે બચાવદળ બલૂચિસ્તાનના કેટલાક જંગમ વિસ્તારો પહોંચી શક્યું નથી.

સમાચારપત્ર ડૉનના ગૃહ સચિવ અસદ ગિલાનીના હવાલેથી કહેવામાં આવ્યું છે કે અવારાનમાં 7.7ની તિવ્રતાના ભૂકંપથી 200 લોકોના મોત નિપજ્યાં છે અને 350થી વધુ લોકો ઘાયલ થયા છે. બલૂચિસ્તાનના કેચ જિલ્લાના તુર્બત શહેરમાંથી વધુ સાત લોકોના મોતના સમાચાર પ્રાપ્ત થયા છે. ગિલાનીએ કહ્યું હતું કે લાંબા અંતર અને ખરબ માર્ગોના કારણે રાહત કાર્યોમાં મુશ્કેલી આવી રહી છે.

earthquake

બલૂચિસ્તાનના મુખ્યમંત્રી અબ્દુલ મલિક બલૂચના કલ અવારાન અને પાંચ અન્ય જિલ્લાઓમાં કટોકટી જાહેર કરી દિધી છે. રાહત અભિયાનમાં સેના અને ફ્રટિયર કોરના 300થી વધુ કર્મીઓ પહેલાંથી સામેલ છે. સૈન્ય સૂત્રોએ કહ્યું હતું કે વધુ કર્મીઓને પ્રભાવિત વિસ્તારોમાં રવાના કરી દિધા છે.

મોટી સંખ્યામાં લોકોને મકાનના કાટમાળમાંથી બહાર કાઢવામાં આવ્યા છે અને ઇજાગ્રસ્તોને સેના અને ફ્રટિયરની હોસ્પિટલમાં સારવાર પુરી પાડવામાં આવી રહી છે. અવારાન જિલ્લામાં સ્થાનિક લોકોએ કહ્યું હતું કે નગરમાં હોસ્પિટલો, શાળાઓ અને સરકારી બિલ્ડિંગો સહિત લગભગ બધી બિલ્ડિંગોને નુકસાન થયું છે.

English summary
An earthquake in Pakistan, powerful enough to prompt the appearance of a small island off the coast, has killed more than 200 people, Pakistani officials said.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X