મુશર્રફ પર ચાલશે દેશદ્રોહનો કેસ : શરીફ

nawaz sharif
ઇસ્લામાબાદ, 24 જૂન : પાકિસ્તાનના પ્રધાનમંત્રી નવાજ શરીફે આજે કહ્યું કે પૂર્વ રાષ્ટ્રપતિ પરવેઝ મુશર્રફની વિરૂદ્ધ બે વખત દેશના સંવિધાનનો ભંગ કરવા બદલ તેમની પર રાષ્ટ્રદ્રોહનો કેસ ચલાવવામાં આવશે.

દોષી સાબિત થતા મુશર્રફને મોતની સજા અથવા જનમટીપ પણ થઇ શકે છે. પ્રધાનમંત્રીએ જે બે મામલાઓનો ઉલ્લેખ કર્યો છે તેમાં પહેલા પહેલો 1999નું સત્તાપલટો અને બીજો વર્ષ 2007માં ઇમરજન્સી લગાવીને ન્યાયાધીશોને સસ્પેન્ડ કરવાનો છે.

શરીફે સંસદના નીચલા ગૃહ નેશનલ એસેમ્બલીમાં આ એલાન પોતાના સત્તામાં ફરી આવ્યાના ત્રણ અઠવાડીયા બાદ કર્યું છે. શરીફે સંસંદને જણાવ્યું કે મુશર્રફ તરફથી ભરવામાં આવેલા પગલા 'રાષ્ટ્રદ્રોહ'માં આવે છે. તેમણે જણાવ્યું કે મુશર્રફને તેમના પગલાં માટે સુપ્રીમ કોર્ટમાં સુનવણીનો સામનો કરવો જોઇએ.

વર્ષ 2007માં ઇમરજન્સી લગાવવાની ઘટનાનો હવાલો આપતા ખરીફે જણાવ્યું કે 'સંઘીય સરકારનો આ પાક્કો વિચાર છે કે 3 નવેમ્બર, 2007ના રોજ સંવિધાનને દરનિકાર કરવા માટે ઉઠાવેલ પગલા પાકિસ્તાનના સંવિધાનના અનુચ્છેદ 6 અંતર્ગત રાષ્ટ્રદ્રોહ ગણાય.' પીએમએલ-એનના નેતા શરીફે કહ્યું કે 'પ્રધાનમંત્રી સંવિધાનનું રક્ષણ કરવાની શપથ લે છે. આ શપથમાં નિશ્ચિત છે કે સરકાર અનુચ્છેદ 6 અંતર્ગત દોષિયોને ન્યાય હેઠળ લાવશે.'

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X