
હત્યાનું રિપોર્ટિંગ કરતા રૉયટર્સના બે પત્રકારોને 7 વર્ષની જેલ
યંગૂનઃ મ્યાનમારની કોર્ટે સોમવારે અમેરિકન ન્યૂજ એજન્સી રૉયટર્સના બે પત્રકારોને સાત વર્ષની સજા ફટકારી છે. બંનેને દેશનો ગોપનીયતાનો કાયદો તોડવા બદલ દોષિત માનવામં આવ્યા છે. જે કેસમાં કોર્ટે પત્રકારોને સજા સંભળાવી છે તેને સાઉથ-ઈસ્ટ એશિયાનો ઐતિહાસિક કેસ ગણાવવામાં આવી રહ્યો છે. બંને પત્રકારો મ્યાનમારમાં રોહિંગ્યા સંકટ સાથે જોડાયેલ કવરેજ પર કામ કરી રહ્યા હતા.
12 ડિસેમ્બરથી છે જેલમાં
યંગૂન નોર્થન ડિસ્ટ્રિક્ટ જજ યે લુઈને 32 વર્ષના લોન અને 28 વર્ષના ક્યાવ સોને ઓફિશિયલ સીક્રેટ એક્ટ તોડવા બદલ દોષિત જાહેર કરવામાં આવ્યો છે. સીક્રેટ ડોક્યૂમેન્ટ્સ હાથમાં લાગ્યાં ત્યારે બંને પત્રકારોએ ગોપનિયતાનો કાયદો તોડ્યો હતો. જજે સજા સંભળાવતા કહ્યું કે, આરોપીઓએ ઓફિશિયલ સીક્રેક્ટસ એક્ટના સેક્શન 3.1ને તોડ્યો છ અને તે અંતર્ગત તેમને 7 વર્ષની સજા ફટકારવામાં આવી છે. જજે પોતાના ફેસલામાં કહ્યું કે બંને આરોપીઓ 12 ડિસેમ્બર 2017થી જેલમાં હતા અને સજામાં આ સમયગાળાનું ધ્યાન રાખવામાં આવશે. આ સજા પર યુનાઈટેડ નેશન્સમાં પ્રેસની આઝાદી સાથે જોડાયેલ સંગઠન અને યુરોપિયન યુનિયન ઉપરાંત અમેરિકા, કેનેડા અને ઓસ્ટ્રેલિયાએ બંને પત્રકારોને છોડી મુકવાની માગ કરી છે. સજા પર રૉયટર્સના એડિટર ઈન ચીફ સ્ટીફન જે એડલરે કહ્યું કે, આજનો દિવસ મ્યાનમાર, રૉટર્સના જર્નલિસ્ટ વા લો અને ક્યાવ સો તથા દુનિયામાં પ્રેસ માટે ખરાબ સાબિત થયો છે.
પ્લાન અંતર્ગત પોલીસે બંનેને ફસાવ્યા
બંને રિપોર્ટરે કોર્ટને જાણકારી આપી કે તેમને બે પોલીસ અધિકારીઓ તરફથી નોર્થ યંગૂનના એક રેસ્ટોરાંમાં પેપર્સ આપવામાં આવ્યાં હતાં અને તેની તુરંત બાદ એમની ધરપકડ કરી લેવામાં આવી હતી. વધુમાં જણાવવામાં આવ્યું કે રેસ્ટોરાંમાં મીટિંગનો પ્લાન બંનેને ફસાવવામ ાટે કરવામાં આવ્યો હતો જેથી રોહિંગ્યા મુસલમાનોની હત્યા પર રિપોર્ટિંગ કરવાથી તેમને રોકી શકાય અથવા તો એમને સજા આપી શકાય. રિપોર્ટર વા લોને સજા બાદ કહ્યું કે એમણે કંઈપણ ખોટું નથી કર્યું અને એમને ન્યાય, લોકતંત્ર તથા આઝાદી પર ભરોસો છે. બંને પત્રકારો છેલ્લા 9 મહિનાથી જેલમાં હતા આ દરમિયાન તેમને તેમની દીકરીઓ સાથે પણ મળવા નહોતી દેવામાં આવી. યુએનની એજન્સીઓેએ જાહેર કરેલા આંકડાઓ મુજબ 7,00,000 રોહિંગ્યા મુસલમાનો મ્યાનમાર છોડીને બાંગ્લાદેશ ચાલ્યા ગયા છે. આ પણ વાંચો- Rohingya અંગે પોસ્ટ કર્યો વીડિયો, બ્યૂટી ક્વીનનો તાજ છીનવાયો