For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

નરેન્દ્ર મોદીના વિઝા અંગે કાયદા મુજબ વિચારણા થશે : US

|
Google Oneindia Gujarati News

narendra-modi
વૉશિંગ્ટન, 27 ઑક્ટોબર : અમેરિકાના એક ઉચ્ચ રાજદૂતના જણાવ્યા અનુસાર યુએસ નરેન્દ્ર મોદીની વિઝા અરજી અંગે ઇમિગ્રેશન કાયદા મુજબ વિચારણા કરશે. આ સાથે રાજદૂતે એમ પણ જણાવ્યું કે યુએસ ગુજરાતમાં વેપાર કરવામાં રસ ધરાવતી અમેરિકન કંપનીઓને પણ સમર્થન આપે છે.

અમેરિકાના ડેપ્યુટી સેક્રેટરી વિલિયમ બર્ન્સે જણાવ્યું કે "મારો કહેવાનો અર્થ એમ છે કે નરેન્દ્ર મોદીની વિઝા અરજીનો મુદ્દો મહત્વનો છે અને તે અવારનવાર ઉપસ્થિત કરવામાં આવે છે. તમે સત્ય હકીકત જાણો છો, જેથી હું કોઇની વ્યક્તિગત વિઝા અરજી અંગે ટિપ્પણી કરી શકું નહીં. અરજીને અમેરિકાના ઇમિગ્રેશન કાયદા મુજબ ધ્યાનમાં લેવામાં આવશે."

બ્રિટેને તેમના માનવ અધિકાર કાર્યકરોને ધ્યાનમાં લઇને નરેન્દ્ર મોદી સાથેના સંબંધ સુધારવાની દિશામાં લીધેલા પગલાં સંદર્ભમાં અમેરિકા પણ તેમની નરેન્દ્ર મોદી માટેની નીતિમાં ફેરફાર કરશે કે નહીં તે અંગે હ્યુમન રાઇટ્સ વૉચના ડાયરેક્ટર જ્હોન શિફ્ટને જણાવ્યું કે "અંદાજે 10 વર્ષ અગાઉ ગુજરાતમાં રમખાણો થયા હતા. અમે તે સમયે ગુજરાતમાં થયેલી 2500 હત્યાઓના આધારે નિર્ણય લીધો હતો. હવે સમય જતા યુએસની નીતિમાં ફેરફાર કરીને મોદી સાથેના સંબંધો અંગે વિચાર થતા હજી સમય લાગશે."

બર્ન્સે જણાવ્યું કે "ગુજરાતની સામાન્ય વાત કરીએ અને તેમાં બિઝનેસ અંગે વિચારવામાં આવે તો અમેરિકાને ગુજરાતમાં બિઝનેસ કરવામાં ઘણો રસ છે. અમે તેને સમર્થન આપીશું. આ વચ્ચે ગાઢ સંબંધ રહેલો છે. પણ હું વ્યક્તિત્વ અંગે કોઇ ટિપ્પણી કરી શકું એમ નથી."

English summary
Narendra Modi visa application to be handled as per law: US.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X