'નરેન્દ્ર મોદીની વિઝા અરજીનું સ્વાગત કરશે અમેરિકા'

વિદેશ વિભાગના પ્રવક્તા વિક્ટોરિયા ન્યૂલેંડના સંવાદદાતાઓને કહ્યું હતું કે અમેરિકન નિતીમાં કોઇ પરિવર્તન થયું નથી તેમનું નરેન્દ્ર મોદીની અરજી માટે સ્વાગત કરે છે. બધા વિઝા નિર્ણયોના મામલે દ્વારા કેસના આધારે કરવામાં આવશે અને હું અહીંયા પહેલાં કોઇ નિર્ણય કરી ના શકું. અમેરિકી સાંસદોના શિષ્ટમંડળ દ્રારા ગત સપ્તાહે નરેન્દ્ર મોદીએ આપેલા આમંત્રણ પર પ્રતિક્રિતા વ્યક્ત કરતાં વિક્ટોરિયાએ કહ્યું હતું કે અમેરિકી નિતીમાં કોઇ ફેરફાર થયા નથી.
તેમને કહ્યું હતું કે નરેન્દ્ર મોદી અંગે અમારા વલણમાં કોઇ પરિવર્તન થયું નથી. તેમની અરજી કરવા બદલ સ્વાગત છે. તેમને કહ્યું હતું કે પ્રત્યેક વીઝા પર ગુણ-દોષ અને વ્યક્તિગત રૂપથી અમેરિકન કાનૂનના આધારે નિર્ણય થાય છે.
અમેરિકન વિદેશ વિભાગની પ્રવક્તા વિક્ટોરિયાએ કહ્યું હતું કે 'જ્યાં સુધી ગુજરાત ગયેલા અમારા સાંસદોના શિષ્ટમંડળની વાત છે, આ પ્રકારના પ્રવાસમાં ભારતમાં, ગુજરાતમાં, ઉદ્યોગપતિઓ વચ્ચે અને બીજા લોકો વચ્ચે સંબંધ મજબૂત કરવામાં મદદ મળે છે. જ્યાં સુધી અમારા દ્રષ્ટિકોણની વાત છે સાંસદોનું શિષ્ટમંડળ જેટલો વધુ ભારતનો પ્રવાસ કરશે તેટલી તેની જીવતંતા અને વિવધતાને સમજશે. અમારી વચ્ચે મહત્વપુર્ણ સંબંધોને મજબૂતી આપવાની સંભાવના વધુ વધશે.
પ્રતિનિધિ સભાના રિપબ્લિકન સભ્ય એરાન શહોકના નેતૃત્વમાં ગયેલા આ શિષ્ટમંડળે 29 માર્ચના રોજ નરેન્દ્ર મોદીની મુલાકાત લીધી હતી. શિષ્ટમંડલના સભ્યોએ નરેન્દ્ર મોદીને અમેરિકા આવવાનું આમંત્રણ આપ્યું હતું.
પળેપળના સમાચારથી અપડેટ રહેવા માટે આજે જ ગુજરાતી વનઇન્ડિયા ન્યૂઝલેટર સબસ્ક્રાઇબ કરો...












Click it and Unblock the Notifications
