વ્હાર્ટન ઇન્ડિયા ઇકોનોમિક ફોરમમાં ભાષણ આપશે નરેન્દ્ર મોદી

આયોજનપંચે ઉપાધ્યક્ષ મોન્ટેકસિંહ આહલુવાલિયા પણ 23 માર્ચના રોજ યોજાનાર આ બેઠકને સંબોધિત કરશે. વ્હાર્ટન ઇન્ડિયા ઇકોનોમિક ફોરમ પેન્સિલ્વેનિયા વિશ્વવિદ્યાલયના વ્હાર્ટન સ્કૂલના વિદ્યાર્થીઓ દ્વારા આયોજિત ભારત કેન્દ્રીત સમ્મેલન છે.
સોળ વર્ષ પહેલા થયેલી સ્થાપના બાદથી હવે આ સૌથી ફેમસ ભારત કેન્દ્રિત વ્યાવસાયિક સમ્મેલન બન્યો છે, જે ભારતમાં ઉપલબ્ધ અવસરો અને પડકારો પર ચર્ચા કરવાની તક આપે છે.
આ બેઠકને કેન્દ્રીય સૂચના પ્રૌદ્યોગિકી અને સંચાર રાજ્યમંત્રી મિલિંદ દેવરા, અદાણી સમૂહના અધ્યક્ષ ગૌતમ અદાણી, અભિનેત્રી શબાના આઝમી, અને પટકથા લેખક જાવેદ અખ્તર પણ સંબોધીત કરશે.












Click it and Unblock the Notifications
