For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

રેપની વધતી ઘટનાઓ રોકવા માટે આ દેશએ પોર્ન સાઈટ બેન કરી

નેપાળ સરકારે દેશમાં વધતી રેપની ઘટનાઓ રોકવા માટે પોર્ન સાઈટ બેન કરી દીધી છે, જેમાં અશ્લીલ કન્ટેન્ટ આપવામાં આવી રહ્યું છે.

|
Google Oneindia Gujarati News

નેપાળ સરકારે દેશમાં વધતી રેપની ઘટનાઓ રોકવા માટે પોર્ન સાઈટ બેન કરી દીધી છે, જેમાં અશ્લીલ કન્ટેન્ટ આપવામાં આવી રહ્યું છે. નેપાળના સૂચના અને સંચાર મંત્રાલય ઘ્વારા એક વિજ્ઞાપન જાહેર કરીને જણાવવામાં આવ્યું કે દેશમાં વધી રહેલી રેપની ઘટનાઓને ધ્યાનમાં રાખીને સરકારે અશ્લીલ સામગ્રી આપતી સાઈટો બેન કરવાનો નિર્ણય લીધો છે.

nepal

સરકારે કહ્યું કે અપરાધિક સહિંતા 2071 ના 121 આર્ટિકલ અને અન્ય પ્રચલિત કાનૂન યૌન અશ્લીલ સામગ્રીના ઉત્પાદન અને પ્રસારને પ્રતિબંધિત કરે છે. ઇલેક્ટ્રોનિક મીડિયા ઘ્વારા આવી સામગ્રી લોકો સુધી પહોંચવાથી રોકવા માટે નેપાળમાં આવી વેબસાઈટો બંધ કરવું જરૂરી બની ગયું છે. સરકારે કહ્યું કે છેલ્લા કેટલાક દિવસોમાં નેપાળમાં બળાત્કારના મામલામાં વધારો થયો છે.

વિરોધ વેઠવો પડ્યો હતો

આપને જણાવી દઈએ કે નેપાળ સરકારને હાલમાં જ એક મોટો વિરોધ વેઠવો પડ્યો હતો. નેપાળના દક્ષિણ વિસ્તારમાં એક સ્કૂલની બાળકી સાથે રેપ અને ત્યારપછી તેની હત્યા કરવામાં આવી હતી. આ ઘટનાના વિરોધમાં લોકો રસ્તા પર ઉતરી આવ્યા હતા. લોકોએ સરકાર પર અપરાધીઓની ઓળખ કરવાની વિફળતાનો આરોપ લગાવ્યો. ત્યારપછી હવે સરકારે પોન સાઈટ બેન કરી દેવાનો નિર્ણય કર્યો છે.

English summary
Nepal govt ban on porn sites after rising rape cases in country
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X