Nepal protest : નેપાળમાં રાજાશાહીના સમર્થનમાં દેખાવ, અથડામણમાં ઘણા લોકો ઘાયલ
Nepal protest : નેપાળમાં હિંદુ રાજ્યની પુનઃસ્થાપનાની માંગ સાથે રાજાશાહી સમર્થકોએ કાઠમંડુમાં ઉગ્ર પ્રદર્શન કર્યું છે, જેના કારણે સમગ્ર વિસ્તાર તણાવગ્રસ્તની સ્થિતી સર્જાઈ છે.
રાજાશાહી સમર્થકો અને સુરક્ષા દળો વચ્ચે ઘર્ષણની સ્થિતિ ઊભી થતાં ઘણા વિસ્તારોમાં કર્ફ્યુ લગાવવાની પણ ફજર પડી છે.

પ્રદર્શન દરમિયાન રાજાશાહી સમર્થકોના હાથમાં ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથના બેનરો પણ જોવા મળ્યા. ઘણા સ્થળોએ દેખાવકારોએ તોડફોડ અને આગચંપી કરી.
આના જવાબમાં નેપાળ પોલીસે ટીયર ગેસ અને વોટર કેનનનો ઉપયોગ કરીને તેમને વિખેરવાની કોશિશ કરી. આ અથડામણમાં અનેક સુરક્ષાકર્મીઓ અને દેખાવકારો ઘાયલ થયા હોવાના અહેવાલ છે.
ઉલ્લેખનીય છે કે 2008માં સંસદીય ઘોષણા દ્વારા નેપાળે તેની 240 વર્ષ જૂની રાજાશાહી પ્રણાલીનો અંત લાવી દેશને ધર્મનિરપેક્ષ, સંઘીય લોકતાંત્રિક પ્રજાસત્તાકમાં પરિવર્તિત કર્યો હતો. તેમ છતાં રાજાશાહી સમર્થકો દ્વારા સમયાંતરે તેના પુનઃસ્થાપનની માંગ ઉઠતી રહી છે.
પૂર્વ રાજા જ્ઞાનેન્દ્ર શાહે પણ તાજેતરમાં લોકશાહી દિવસ (19 ફેબ્રુઆરી) પર એક વિડીયો સંદેશ દ્વારા રાજાશાહીના સમર્થનમાં લોકોને એકત્ર થવાની હાકલ કરી હતી.
9 માર્ચે રાજાશાહી તરફી કાર્યકરોએ જ્ઞાનેન્દ્રના સમર્થનમાં રેલી યોજી હતી, જેના પગલે આંદોલન ઉગ્ર બન્યું છે. આ ઘટનાને પગલે નેપાળમાં રાજકીય ઉથલપાથલ વધવાની શક્યતા છે અને આગામી દિવસોમાં આ મુદ્દે વધુ ઉગ્રતા આવવાની શક્યતા નકારવામાં આવી શકે તેમ નથી.












Click it and Unblock the Notifications
