ફતવો જારીઃ મંગળ ગ્રહ પર નહીં જઇ શકે મુસ્લિમ

Posted By:
Subscribe to Oneindia News

નવી દિલ્હી, 23 ફેબ્રુઆરીઃ જ્યાં એક તરફ વૈજ્ઞાનિક મંગળ ગ્રહ પર જીવનની શોધ કરી લોકોને ત્યાં મોકલવાની તૈયારી કરી રહ્યાં છે, તો બીજી તરફ સંયુક્ત અરબ અમીરાતમાં એક ધાર્મિક સંસ્થાએ મંગળ ગ્રહ પર જવાની વિરુદ્ધ ફતવા જારી કર્યું છે. અબુ ધાબી સ્થિત જનરલ ઓથોરિટી ઓફ ઇસ્લામિક અફેર્સે ફતવા જારી કરતા કહ્યું છે કે મંગળ પર જવું આત્મહત્યા જેવું છે, કારણ કે, હજુ એ ખબર નથી કે આ ગ્રહ પર કેટલા લોકો રહી શકે છે. તેવામાં ફતવો જારી કરી તેમણે મુસ્લિમોને ત્યાં નહીં જવાની સલાહ આપી છે.

muslims-offering-friday-prayers
સંગઠનના નેતાઓનું કહેવું છે કે, મંગળ ગ્રહ પર જવાની વિરુદ્ધ ફતવો એટલા માટે જારી કરવામાં આવ્યો છે, કારણ કે જીવનનું જોખમ પેદા થઇ શકે છે. ખાડી દેશોમાં અનેક લોકો 2014માં એક પ્રાઇવેટ કંપની થકી મંગળ ગ્રહની યાત્રા કરવાની તૈયારી કરી રહી છે. તેવામાં આ સમાચાર બાદ મુસ્લિમ સંગઠને ફતવો જારી કરી તેમની યાત્રા પર બ્રેક લગાવી દીધી છે.

સમાચાર પત્ર ડેલી ખાલીજ ટાઇમ્સમાં છપાયેલા સમાચાર અનુસરા ધાર્મિક સંસ્થાએ કહ્યું છે કે મંગળ ગ્રહ પર એકતરફી યાત્રાથી જીવન માટે જોખમ પેદા થયું છે અને ઇસ્લામમાં તેની મંજૂરી નથી.

English summary
A fatwa issued by the General Authority of Islamic Affairs and Endowment in the UAE claimed a trip to the red planet was prohibited by Islam.

For Breaking News from Gujarati Oneindia
Get instant news updates throughout the day.