Coronavirus: મલેશિયામાં કોરોના વાયરસનું ખતરનાક રૂપ સામે આવ્યું, જાણો D614G શું છે
Coronavirus: મલેશિયામાં કોરોના વાયરસનું ખતરનાક રૂપ સામે આવ્યું, જાણો D614G શું છે
નવી દિલ્હીઃ મલેશિયામાં નોબલ કોરોના વાયરસના એક નવાં રૂપ (Strain) D614G નો પતો લાગ્યો છે, જેને 10 ગણા વધુ સંક્રામક માનવામાં આવી રહ્યો છે. આ જાણકારી મલેશિયાના ડાયરેક્ટર જનરલ હેલ્થ નૂર હિશમ અબ્દુલ્લાએ પોતાના ફેસબુક પોસ્ટ પર શેર કરી છે. જ્યાં એક ક્લસ્ટરમાં કોવિડ 19ના ત્રણ મામલામાં મ્યુટેશન થવાનું ત્યારે માલૂમ પડ્યું જ્યારે એક રેસ્ટોરાં માલિક કે જે ત્યાંનો સ્થાનિક નિવાસી છે, ભારતથી પરત ફર્યો હતો. બીજા મામલામાં ફિલીપીંસથી પરત ફરેલા લોકોના ક્લસ્ટરમાં પણ આવા કેસ મળ્યા છે. અબ્દુલ્લાએ કહ્યું કે નવું રૂપ સામે આવવાનો આ મતલબ છે કે હાલ જે સ્ટડીઝના આધારે વેક્સીન બની છે અથવા બની રહી છે, તે મ્યુટેશનના કારણે બિનઅસર સાબિત થઈ શકે છે.

મલેશિયાના ડાયરેક્ટર જનરલ હેલ્થ નૂર હિશમ અબ્દુલ્લાનું કહેવું છે કે, 'અત્યાર સુધી તો આ બંને કેલસ્ટરમાં તેજીથી સ્વાસ્થ્ય સેવાઓની પુનઃસ્થાપનાને કારણે જમીની હાલાતને નિયંત્રિત કરી લેવામાં આવ્યા છે. આ ટેસ્ટ શરૂઆતી ટેસ્ટ છે. કેટલાય બીજા મામલામાં કેટલાય ફોલોઅપ ટેસ્ટ પણ થઈ રહ્યા છે. આ બંને ક્લસ્ટરોના ઈંડેક્સ કેસ પણ'સામેલ છે. અબ્દુલ્લાનું કહેવું છે કે આનો અર્થ એ છે કે દેશમાં લોકોએ વધુ જાગરુક અને સતર્ક રહેવાની જરૂરત છે. તેમણે કહ્યું કે મ્યુટેશનના કારણે બીજા લોકોમાં 10 ગણા વધુ સંક્રમણ ફેલાય છે અને સુપર સ્પ્રેડરની જેમ તે બહુ આસાનીથી ફેલાઈ જાય છે. તેમણે કહ્યું કે મલેશિયાએ મુખ્ય પગલાં એ ઉઠાવ્યાં કે જન સ્વાસ્થ્ય સેવાઓ પર ધ્યાન આપ્યું છે અને લોકોને કોવિડ 19ના નિયમોનું સખ્તાઈથી પાલન કરવા કહ્યું છે, જેમાં સ્વચ્છતા અને સાર્વજનિક જગ્યાએ બચાવની કોશિશો સામેલ છે.
આમ તો મ્યૂટેશન હવે યૂરોપ અને અમેરિકામાં પણ પ્રમુખ રૂપ બની ચૂક્યું છે. જો કે વિશ્વ સ્વાસ્થ્ય સંગઠન હજી પણ કહી રહ્યું છે કે સ્ટેરનના વધુ ગંભીર રોગોમાં પરિવર્તિત થવાના કોઈ સબૂત મળ્યાં નથી. સેલના એક રિપોર્ટ મુજબ હાલ જેટલી પણ વેક્સીન બની રહી છે, બની શકે કે તેના પર મ્યુટેશનનો કોઈ વધુ પ્રભાવ ના પડે.
-
ઈરાન યુદ્ધ વૈશ્વિક ઉર્જા સંકટને વેગ આપે છે, સ્વચ્છ ટેકનોલોજીમાં ચીનની સ્થિતિ મજબૂત બનાવે છે -
Crude oil Price Hike: હોર્મુઝ પર ટ્રમ્પની ઘેરાબંધી થી ક્રૂડ ઓઈલની કિંમતમાં તેજ ઉછાળો, ભારતમાં ભાવ શું છે? -
સોનિયા ગાંધીએ સરકારના સીમાંકન પ્રસ્તાવને બંધારણ પર ખતરનાક હુમલો ગણાવ્યો -
સુપરનેચરલ થ્રિલર સીરીઝ ‘FROM’ Season 4 ની વાપસી; જાણો આ સીઝનમાં શું-શું હશે? -
RCB vs MI: મુંબઈ ઈન્ડિયન્સની હારની હેટ્રિક -
સીમાંકન નહીં, મહિલા અનામત એ સાચો મુદ્દો છે: સોનિયા ગાંધી -
ક્યુબાના રાષ્ટ્રપતિ મિગુએલ ડિયાઝ-કેનેલે લશ્કરી કાર્યવાહી અને તેમને પદભ્રષ્ટ કરવાના પ્રયાસો સામે યુએસને ચેતવણી આપી -
"ગુજરાતીઓને મૂર્ખ સમજનારાઓને જનતા જડબાતોડ જવાબ આપશે": વડોદરાથી હર્ષ સંઘવીનો વિપક્ષ પર પ્રહાર -
યુએસ-ઈરાન વાટાઘાટો: અમેરિકા અને ઈરાન વચ્ચે કેમ વાત ન બની? હોર્મુઝથી ન્યૂક્લિયર સુધી, આ 5 કારણોએ શાંતિનો માર્ગ -
CSK vs DC: મેદાન પર અમ્પાયર સાથે બાખડ્યો નીતીશ રાણા! ચેપોકમાં મેચની વચ્ચે સર્જાયું જોરદાર હાઈ-વોલ્ટેજ ડ્રામા -
લખતર-વિરમગામ રોડ પર ટ્રકે પદયાત્રીઓને કચડ્યા, 7 ના કરુણ મોત -
યુ.એસ. ઈરાન વાટાઘાટો નિષ્ફળ થયા બાદ તેલના ભાવ વધ્યા






Click it and Unblock the Notifications
