For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ન્યૂઝીલેન્ડમાં હુમલોઃ 2 મસ્જિદ હતી નિશાન પર, 40નાં મોત

ન્યૂઝીલેન્ડમાં હુમલોઃ 2 મસ્જિદ હતી નિશાન પર, 40નાં મોત

|
Google Oneindia Gujarati News

વેલિંગ્ટનઃ ન્યૂઝીલેન્ડના સાઉથ આઈલેન્ડ સિટીની બે મસ્જિદમાં ફાયરિંગના રિપોર્ટ આવી રહ્યા છે. જેમાં 40 લોકો મૃત્યુ પામ્યા છે. આ દરમિયાન પોલીસે ક્રાઈસ્ટચર્ચને ચારો તરફથી ઘેરી લીધું છે. નજરે જોનારાઓ જણાવ્યું કે ક્રાઈસ્ટચર્ચમાં અલ નૂર મસ્જિદની નજીક ગોળી ચાલવાનો અવાજ સંભળાયો. પોલીસે લોકોને એ વિસ્તારમાં જવાની ના પાડી દીધી.

new zealand

ન્યૂઝીલેન્ડ હેરાલ્ડ મુજબ હુમલાખોોના ફાયરિંગમાં 40 લોકો મૃત્યુ પામ્યા છે. જ્યારે પોલીસ કમિશ્ન માઈક બુશે જણાવ્યું કે ગનમૈને બે મસ્જિદમાં હુમલો કર્યો. આ કેસમાં એક વ્યક્તિની ધરપકડ કરવામાં આવી છે. માનવામાં આવી રહ્યું છે કે તે પણ હુમલાખોર છે. ન્યૂઝીલેન્ડના પીએમ જૈસિંડા અર્ડર્ને કહ્યું કે ક્રાઈસ્ટચર્ચ સ્થિત મસ્જિદમાં ફાયરિંગ થયું. આ ન્યૂઝીલેન્ડનીા સૌથી કાળા દિવસોમાંનો એક છે. આ હિંસાની અભૂતપૂર્વ ઘટના છે. પોલીસે એક વ્યક્તિને પકડી લીધો છે, પરંતુ મારી પાસે હજુ સુથી આ અંગે વધુ જાણકારી નથી.

શહેરને લોકડાઉન કરી દેવામાં આવ્યું છે, જેથી કોઈપણ વ્યક્તિ અંદર કે બહાર ન જઈ શકે. પોલીસે કહ્યું કે ક્રાઈસ્ટચર્ચમાં એક હુમલાખોર સક્રિય છે જેને કાણે હાલાત ગંભીર છે અને તેજીથી બદલી રહ્યા છે.

માંડ બચી બાંગ્લાદેશની ક્રિકેટ ટીમ

બાંગ્લાદેશની ક્રિકેટ ટીમ ન્યૂઝીલેન્ડના પ્રવાસે છે. બાંગ્લાદેશની ક્રિકેટ ટીમને કોઈ નુકસાન નથી પહોંચ્યું, પરંતુ આ ઘટના બાદ ટીમ જલદીમાં જલદી ન્યૂઝીલેન્ડ છોડી દેવા માંગે છે. બાંગ્લાદેશની ક્રિકેટ ટીમ ક્રાઈસ્ટચર્ચમાં જ હતી અને કાલે ન્યૂઝિલેન્ડ સામે મેચ હતી. બાંગ્લાદેશના ખેલાડીઓ નમાઝ માટે મસ્જિદ પહોંચ્યા હત પરંતુ એ દરમિયાન જ ત્યાં એક બંદુકધારી અચાનક ફાયરિંગ શરૂ કરી દીધું. જો કે આ ઘટનામાં કોઈપણ ખેલાડીને ચોટ નથી પહોંચી અને તામ સુરક્ષિત છે.

બાંગ્લાદેશ ક્રિકેટ બોર્ડે પ્રવક્તા જલાલ યૂનુસે જણાવ્યું કે આખી ટીમને બસમાં બેસાડી મસ્જિદ લઈ જવામાં આવી હતી અને હવે ગોળીબારી થઈ, ત્યારે ટીમ મસ્જિદમાં પ્રવેશ કરવાની જ હતી. તેમે એએફપીને કહ્યું, તેઓ સુરક્ષિત છે, પરંતુ તેઓ સદમામાં છે. અમે ટીમને હોટલમાં રહેવા માટે કહ્યું છે. ખેલાડી તમીમ ઈકબાલે ટ્વીટ કર્યું કે આ ડરામણો અનુભવ હતો અને હમલાખોર ગોળીબાર કરી રહ્યો હતો. તેમણે કહ્યું કે પૂરી ટીમ ગોળીબારથી બચી ગઈ. ડરાવનાર અનુભવ હતો અને કૃપિયા અમારા માટે પ્રાર્થના કરો.

આ દરમિયાન પોલીસ કમિશનર માઈક બુશે કહ્યું કે ગોળીબારના કારણે શહેરના તમામ સ્કૂલોને લૉકડાઉન કરી દેવામાં આવી છે. તેમણે કહ્યું કે પોલીસ મધ્ય ક્રાઈસ્ટચર્ચમાં હાજર લોકોને રસ્તેથી હટાવવા અને કોઈપણ પ્રકારની સંદિગ્ધ ગતિવિધિ જોવા મળતા તેની સૂચના આપવાની અપીલ કરે છે. એક પ્રત્યક્ષદર્શીએ રેડિયો ન્યૂઝીલેન્ડને જણાવ્યું કે તેણે ફાયરિંગનો અવાજ સાંભળ્યો અને ચાર ોલકો જમીન પર પડ્યા હતા અને ચારોતરફ લોહી જ લોહી હતું.

શૂટરથી બચવા માટે લોકો ત્યાંથી આમતેમ ભાગી રહ્યા હતા મોહન ઈબ્રાહિમ નામના એક શખ્સે જણાવ્યું કે 'પહેલા અમને લાગ્યું કે કોઈ પ્રકારનું શોર્ટ સર્કિટ થયું છે, પરંતુ જોયું તમામ લોકો ભાગી રહ્યા હતા હું મારા મિત્રો સાથે અંદર જ હતો. હું મારા મિત્રોને બોલવી રહ્યો હતો, પરંતુ અવાજ તેમની સુધી પહોંચી નહોતો રહ્યો. હું મારા મિત્રોને લઈ ચિંતિત છું.'.

ઉલ્લેખનીય છે કે અલ નૂર મસ્જિદ ક્રાઈસ્ટચર્ચ શહેરની એકદમ વચ્ચે આવેલ છે. નજરે જોનારાઓનું કહેવું છે કે ત્યાં કેટલાક લોકોને જોયા છે પરંતુ તેઓ આ વાતની પુષ્ટિ કરવા માટે અસમર્થ છે કે તેઓ પોલીસવાળા હતા કે અન્ય કોઈ. જણાવવામાં આવી રહ્યું છે કે હુમલો કરનાર આર્મી ડ્રેસમાં હતો.

આ પણ વાંચો- મુંબઈ બ્રિજ દૂર્ઘટના પર શરૂ થયુ રાજકારણ, કોંગ્રેસે પિયુષ ગોયલનું માંગ્યુ રાજીનામુ

English summary
new zealand fire: 2 mosque were target, 27 people killed
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X