For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

લાદેન કરતા પણ વધારે શક્તિશાળી છે બગદાદી

|
Google Oneindia Gujarati News

બગદાદ, 1 જૂલાઇઃ અબુ બકર અલ બગદાદી, ઇરાક અને સીરિયામાં જારી સંકટ વચ્ચે પ્રકાશમાં આવેલું એક એવું નામ છે, જેણે આખા વિશ્વમાં આતંકી જોખમને બઢાવો આપ્યો છે. સોમવારે આવેલા સમાચાર અનુસાર આઇએસઆઇએસના કમાન્ડર બગદાદીએ પોતાને ખલીફા જાહેર કરીને એક અલગ મુસ્લિમ દેશ બનાવવાની જાહેરાત કરી છે.

જાણકારોની વાત માનીએ તો હવે બગદાદીની શક્તિ વધી રહી છે અને તે અલકાયદાના પ્રમુખ ઓસામા બિન લાદેન કરતા પણ વધારે ખતરનાક બની શકે છે. ઇસ્લામિક સ્ટેટ ઓફ ઇરાક અને લેવાંટ(આઇએસઆઇએલ)ના શક્તિશાળી નેતા બગદાદીએ 100 વર્ષ જૂના ઓટ્ટોમાન એંપાયરને ધરાશયી કરતા એક નિયમમાં બદલાવ લાવવાના પ્રયત્નો હેઠળ આ કામને અંજામ આપ્યું છે. તો ચાલો તસવીરો થકી બગદાદી અંગે વધારે જાણીએ.

સંગઠન મજબૂત કરવાનો પ્રયાસ

સંગઠન મજબૂત કરવાનો પ્રયાસ

આઇએસઆઇએસના પ્રવક્તા અબુ મોહમ્મદ અલ અદનીએ એક ઓડિયો મેસેજ થકી એ વાતની જાણકારી આપી કે બગદાદીને મુસ્લિમોના ખલીફાની પદવી આપવામાં આવી છે. જાણકારોની માનીએ તો હવે બગદાદી પોતાના સંગઠનમાં યુરોપ અને બ્રિટેનના આતંકીઓની ભરતી કરવામાં લાગી ગયો છે.

ઇરાકે કરી પૃષ્ટિ

ઇરાકે કરી પૃષ્ટિ

વર્ષ 2011માં ઇરાક તરફથી બગદાદીની એક તસવીર જારી કરવામાં આવી. ઇરાકના સરકારી સૂત્રો તરફથી આપવામાં આવેલી જાણકારી અનુસાર આ બગદાદીની પહેલી તસવીર હતી. આ તસવીરમાં બગદાદીને દાઢી છે અને તેણે સૂટ તથા ટાઇ પહેરેલી છે.

લાદેનની ખાલી જગ્યાને ભરવાનો પ્રયાસ

લાદેનની ખાલી જગ્યાને ભરવાનો પ્રયાસ

જાણકારો અનુસાર પોતાને ખલીફા જાહેર કરવાની સાથે જ બગદાદી પોતાને વિશ્વભરમાં ચાલી રહેલા જેહાદ આંદોલનના બ્રાન્ડ તરીકે સાબિત કરવા માગે છે. લાદેનના મૃત્યુ બાદ જે જગ્યા ખાલી થઇ ગઇ હતી, હવે તે એ ખાલી જગ્યા ભરવાના પ્રયાસોમાં લાગી ગયો છે.

અમેરિકાની જેલમાં ગુજાર્યા દિવસો

અમેરિકાની જેલમાં ગુજાર્યા દિવસો

અમેરિકા તરફથી આપવામાં આવેલી જાણકારી અનુસાર અબુ અલ બગદાદીનો જન્મ વર્ષ 1971માં સમારરામાં થયો હતો. વર્ષ 2003માં અમેરિકાની આગેવાની હેઠલ ઇરમાકમાં અસ્થિરતા ફેલાઇ તો બગદાદી પણ ચરમપંથોના સમૂહમાં સામેલ થઇ ગયો, એક સમય એવો પણ આવ્યો હતો, જ્યારે બગદાદીએ ઇરાકમાં બનાવવામાં આવેલી અમેરિકન જેલમાં દિવસ વિતાવ્યા હતા.

ખોટું સાબિત થયું અમેરિકા

ખોટું સાબિત થયું અમેરિકા

ઓક્ટોબર 2005માં અમેરિકન ફોજોને એ વાતનો વિશ્વાસ હતો કે તેમણે બગદાદીના સાથી અબુ દુઆને ઇરાક-સીરિયાની સરહદ પર એક હુમલામાં ઠાર માર્યો છે, પરંતુ આ જાણકારી ખોટી સાબિત થઇ.

વર્ષ 2010માં સામે આવી જાણકારી

વર્ષ 2010માં સામે આવી જાણકારી

બગદાદી અને દુઆએ સાથે મળીને એ સમયના સંગઠન ઇસ્લામિક સ્ટેટ ઓફ ઇરાક એટલે કે આઇએસઆઇને પોતાના કબજા હેઠળ લીધું. વર્ષ 2010માં આ સંગઠનના બે પ્રમુખોને અમેરિકન છાપેમારીમાં ઠાર મારવામાં આવ્યા. ત્યારબાદથી જ બગદાદી અંગે જાણકારીઓ આવવાની શરૂ થઇ ગઇ.

વર્ષ 2011માં સાબિત થયો આતંકી

વર્ષ 2011માં સાબિત થયો આતંકી

ઓક્ટોબર 2011માં અમેરિકા તરફથી બગદાદીને એક આતંકી જાહેર કરવામાં આવ્યો.

અમેરિકા પણ નથી શોધી શક્યું બગદાદીને

અમેરિકા પણ નથી શોધી શક્યું બગદાદીને

અમેરિકન અધિકારીઓ તરફથી આપવામાં આવેલી જાણકારી પર વિશ્વાસ કરીએ તો ગત વર્ષ બગદાદી સીરિયામાં હોવાન અહેવાલ હતાં, પરંતુ તે ક્યાં છે, તે અંગે કોઇ જાણકારીની પૃષ્ટિ હાંસલ થઇ શકી નથી.

ઇરકાની સેનાની શંકા

ઇરકાની સેનાની શંકા

ગત વર્ષે લેફ્ટિનેંટ જનરલ અબ્દુલ્લામીર અલ જૈદી, જે ઇરાકના નોર્દર્ન સિક્યોરિટી કમાંડ સેન્ટરના પ્રમુખ હતા, તેમણે જણાવ્યું કે, તેમની સેનાઓનું માનવું છેકે બગદાદી ઇરાકમાં જ ક્યાંક છે, પરંતુ કોઇપણ અધિકારી તરફથી એ અંગે કંઇ કહેવામાં આવી રહ્યું નથી.

આઇએસઆઇએસ કમાન્ડર બગદાદી

આઇએસઆઇએસ કમાન્ડર બગદાદી

બગદાદીને આઇએસઆઇએસના કમાન્ડર તરીકે પ્રચારિત કરવામાં આવે છે. જો અલકાયદાના પ્રમુખ અલ-જ્વાહરી સાથે આ પદની તુલના કરવામાં આવે તો આ ઘણું જ મહત્વનું પદ છે.

હજારો કરોડોની રકમ

હજારો કરોડોની રકમ

બગદાદીને કમાન્ડર તરીકે પોતાની રણનીતિઓના કારણે અનેક વિદેશી લડાકુઓને સંગઠન તરફ આકર્ષિત કર્યા અને હજારો કરોડોની રકમ એકઠી કરી છે.

વર્ષ 2010માં જોડાયો અલકાયદા સાથે

વર્ષ 2010માં જોડાયો અલકાયદા સાથે

જે સમયે બગદાદી એપ્રિલ 2010માં સંગઠનમાં સામેલ થયો હતો, ત્યારે આઇએસઆઇના નામથી ઓળખાતો હતો અને તે અલકાયદા સાથે જોડાયો હતો.

વર્ષ 2013માં બગદાદીનું પુનરાગ્મન

વર્ષ 2013માં બગદાદીનું પુનરાગ્મન

જ્યારે અમેરિકન ફોઝ ઇરાકમાં આવી ત્યારે સુન્ની જનજાતિના હાથમાંથી સત્તા જવા લાગી. આ વાતથી બગદાદી બેબાકળો બની ગયો, પરંતુ વર્ષ 2013માં સીરિયામાં પોતાની પકડ મજબૂત કરવાની સાથે જ આ સંગઠને જોરદાર પુનરાગ્મન કર્યું.

સીરિયામાં અલકાયદાના એકમ સાથે મિલાવ્યા હાથ

સીરિયામાં અલકાયદાના એકમ સાથે મિલાવ્યા હાથ

બગદાદીએ અલકાયદાના સીરિયન એકમ અલ-નુસરા સાથે હાથ મિલાવ્યા છે. હવે આઇએસઆઇએસ અને અલ-નુસરા બન્ને જ સંગઠનો ઘણા સક્રીય છે.

English summary
Newly appointed Caliph of all muslim Abu Bakr al-Baghdadi powerful than Osama Bin Laden and a new threat for the whole world.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X