For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ઈમરાન ખાન નહીં માને અવિશ્વાસ પ્રસ્તાવ, હારશે તો પાકિસ્તાનમાં ગૃહયુદ્ધ થશે!

ઈમરાન ખાન નહીં માને અવિશ્વાસ પ્રસ્તાવ, હારશે તો પાકિસ્તાનમાં ગૃહયુદ્ધ થશે!

|
Google Oneindia Gujarati News

પાકિસ્તાની મીડિયાએ સરકારી અધિકારીઓના સૂત્રોના હવાલેથી દાવો કર્યો છે કે જો ઈમરાન ખાન અવિશ્વાસ પ્રસ્તાવ પરના વોટિંગમાં હારી જાય છે તો તેઓ દેશમાં ભીષણ હિંસા કરાવી શકે છે. રિપોર્ટ મુજબ ઈમરાન ખાને દેશના યુવાઓને વિરોધ પ્રર્શન કરવા કહ્યું છે અને રિપોર્ટ છે કે, ઈમરાન કાનની પાર્ટી બહુ મોટી હિંસા અને દેશમાં અરાજકતા ફેલાવવાનું ષડયંત્ર રચી રહી છે.

હિંસા કરાવશે ઈમરાન ખાન?

હિંસા કરાવશે ઈમરાન ખાન?

પાકિસ્તાનના પ્રમુખ ન્યૂજ ચેનલ જિયો ન્યૂજે સૂત્રોના હવાલેથી દાવો કર્યો કે, પાકિસ્તાનની ઈમરાન ખાન સરકાર અને તેમની પાર્ટી પીટીઆઈ નેતૃત્વએ આજે વોટિંગ દરમિયાન સંઘીય રાજધાનીમાં હિંસા ભડકાવવાનો ફેસલો કર્યો છે. જિયો ન્યૂજ કાર્યક્રમ "નયા પાકિસ્તાન" દરમિયાન વરિષ્ઠ પત્રકાર હામિદ મીરે કહ્યું કે, સૂત્રોએ તેમને સૂચિત કર્યા છે કે સરકાર અને પીટીઆઈ નેતૃત્વએ વિપક્ષી સાંસદોને સંસદના લૉજથી બહાર નિકળવા અને નીચલા સદનમાં પ્રવેશ કરવાથી રોકવાનો ફેસલો કર્યો છે. હામિદ મીરે સૂચિત સૂત્રોના હવાલેથી કહ્યું કે, "શાંતિપૂર્ણ વિરોધ"ના વડાપ્રધાનના આહ્વાન બાદ, પછી તે નેશનલ એસેમ્બલીમાં પ્રવેશ કરે અથવા બહાર હોય, તેમને પીટવામાં આવશે. અગાઉ પીએમ ઈમરાન ખાને યુવાઓને પોતાની સરકાર સામે રચવામાં આવી રહેલ "વિદેશી ષડયંત્ર" વિરુદ્ધ બે દિવસ, શનિ અને રવિવારે વિરોધ કરવાનું આહ્વાન કર્યું છે.

ઈસ્લામાબાદમાં કલમ 144 લાગૂ

ઈસ્લામાબાદમાં કલમ 144 લાગૂ

ઈમરાન ખાન વિરુદ્ધ લગાવવામાં આવેલ અવિશ્વાસ પ્રસ્તાવ પર આજે પાકિસ્તાનના નેશનલ એસેમ્બલીમાં મતદાન થનાર છે અને કોઈપણ અપ્રીય ઘટનાથી બચવા માટે જિલ્લા પ્રશાસને આજ માટે ઈસ્લામાબાદમાં કલમ 144 લાગૂ કરી દીધી છે. રાજધાની ઈસ્લામાબાદમાં આજે તમામ ગાડીઓની એન્ટ્રી રોકી દેવામાં આવી છે. ઈસ્લામાબાદના ડેપ્યૂટી કમિશ્નર તરફથી જાહેર કરવામાં આવેલ એક નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે, સંઘીય રાજધાનીમાં રેડ ઝોનને મોટા કંટેનર અને કાંટાળા તારથી સીલ કરી દેવામાં આવ્યું છે અને સુરક્ષા આકરી કરી દેવામાં આવી છે. સ્થાનિક બપ્રશાસને એક કિમીના વિસ્તારમાં રેડ ઝોનની અંદર અને બહારના વિસ્તારોમાં બધી જ જગ્યાએ એકઠા થવા પર રોક લગાવી દીધી છે. આ ઉપરાંત ઈસ્લામાબાદના જિલ્લા મેજિસ્ટ્રેટે એક અધિસૂચના જાહેર કરી છે, જે રેડ ઝોનની અંદર 5 અથવા તેથી વધુ વ્યક્તિઓના તમામ પ્રકારના જમાવડા, જુલૂસ, રેલીઓ અને પ્રદર્શનો પર પ્રતિબંધ લગાવે છે.

ઈમરાને કહ્યું મારી પાસે પ્લાન છે

ઈમરાને કહ્યું મારી પાસે પ્લાન છે

એક ટીવી ઈન્ટર્વ્યૂ દરમિયાન એક સવાલના જવાબમાં પીએમ ઈમરાન ખાને કહ્યું કે તેમની પાસે નેશનલ એસેમ્બલીમાં અવિશ્વાસ પ્રસ્તાવ પર મતદાન સત્ર માટે કેટલીય યોજનાઓ છે અને તેમણે વિશ્વાસ સાથે કહ્યું કે તેઓ વિપક્ષી પાર્ટીઓને નેશનલ એસેમ્બલીમાં હરાવી દેશે. ઈમરાન ખાને કહ્યું કે, "મારી પાસે એકથી બઢકર એક યોજનાઓ છે. અમે કાલે જીતીશું." તેમણે કહ્યું કે પીટીઆઈએ ખૈબર પખ્તૂનખ્વામાં સ્થાનિક ચૂંટણીમાં જીત હાંસલ કરી છે, જે જણાવે છે કે જનતા અમારા સમર્થનમાં છે. ઈમરાન ખાને કહ્યું કે સ્થાનિક ચૂંટણીના પરિણામ જણાવે છે કે રાષ્ટ્ર તેમની (વિપક્ષની) સાથે નથી અને તેમને માફ નહીં કરે.

અવિશ્વાસ પ્રસ્તાવ સ્વીકાર નહીં કરે?

અવિશ્વાસ પ્રસ્તાવ સ્વીકાર નહીં કરે?

ઉપરાંત વિદેશી પત્રકારોને આપવામાં આવેલ એક ઈન્ટર્વ્યૂમાં પીએમ ઈમરાન ખાને સંકેત આપ્યો છે કે, તેમને સત્તાથી હટાવવા માટે જે અવિશ્વાસ પ્રસ્તાવ લાવવામાં આવ્યો છે અને જેના પર નેશનલ એસેમ્બલીમાં વોટિંગ થશે, તેમને તે સ્વીકાર્ય નથી. તેમણે કહ્યું કે, એક વિદેશી ષડયંત્ર અંતર્ગત અવિશ્વાસ પ્રસ્તાવ લાવવામાં આવ્યો હોવાથી અને અમેરિકા તેને પ્રાયોજિત કરી રહ્યું હોવાથી આ અવિશ્વાસ પ્રસ્તાવને સ્વીકારીશ નહીં. ઈમરાન ખાને કહ્યું કે, જ્યારે આખી પ્રક્રિયા જ બદનામ હોય તો હું કેવી રીતે પરિણામ સ્વીકારી શકું? પત્રકારોને તેમણે કહ્યું કે લોકતંત્ર નૈતિક અદિકાર પર કાર્ય કરે છે, આ મિલીભગત પછી કયો નૈતિક અધિકાર બચ્યો છે?

પાકિસ્તાન મીડિયા રિપોર્ટ્સ મુજબ પાકિસ્તાનમાં સ્થિતિ બદથી બદતર થતી જઈ રહી છે અને ગૃહયુદ્ધના હાલાત બની રહ્યા છે, આ હિસાબે જનરલ બાજવાએ દેશની સેનાને એલર્ટ પર રાખી છે, જેથી કોઈપણ ઘટના સામે નિપટી શકાય.

English summary
no-confidence motion against Imran could spark a civil war in Pakistan
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X