ઉ.કોરિયાનો દાવો, પરમાણુ બોમ્બથી વધુ શક્તિશાળી હથિયાર બનાવ્યું

Written By:
Subscribe to Oneindia News

ઉત્તર કોરિયા દ્વારા વધુ એક પરમાણુ પરીક્ષણ કરવામાં આવ્યું છે. મીડિયાના અહેવાલો અનુસાર, ઉત્તર કોરિયાએ કહ્યું છે કે, તેમણે સફળતાપૂર્વક હાઇડ્રોજન બોમ્બનું પરીક્ષણ કરી લીધું છે અને આ બોમ્બને મિસાઇલમાં પણ લોડ કરી શકાય છે. તો કેટલાક મીડિયાના અહેવાલોમાં કહેવામાં આવ્યું છે કે, ઉત્તર કોરિયાએ હાઇડ્રોજન નહીં, પરમાણુ બોમ્બ બનાવ્યો છે. આ નવા હથિયારને બેલિસ્ટિક મિસાઇલ સાથે જોડી શકાય છે.

hydrogen bomb

ઉત્તર કોરિયાની સમાચાર એજન્સિ કેસીએનએ દ્વારા કિમ-જોંગની કેટલીક તસવીરો પણ જાહેર કરવામાં આવી છે, જેમાં તેઓ નવા હાઇડ્રોજન બોમ્બનું પરીક્ષણ કરતા નજરે પડે છે. દક્ષિણ કોરિયાના વિશેષજ્ઞો અનુસાર, ઉત્તર કોરિયા તરફથી કરવામાં આવેલ આ પરીક્ષણથી જે ધમાકો થયો, તે ઘણો તીવ્ર હતો. ગત વર્ષે 10 કિલોટનનું એક પરીક્ષણ કરવામાં આવ્યું હતું. રવિવારે કરવામાં આવેલ પરીક્ષણથી થયેલ ધમાકાની તીવ્રતા ગત વર્ષ કરતાં લગભગ 10 ગણી વધારે હોવાનું કહેવાય છે.

USGS દ્વારા ઉત્તર કોરિયાના સંગજીબાયગામ ક્ષેત્રમાં એક ભયાનક ધમાકાને રેકોર્ડ કરવામાં આવ્યો છે, જેની તીવ્રતા 6.3 મેગ્નિટ્યૂડ કહેવાઇ રહી છે. આ ધમાકાના કારણે ઉત્તર હેમગ્યેઓંગ પ્રાંતમાં સ્થાનિક સમય અનુસાર બપોરે 12.30 વાગ્યે ભૂકંપ આવ્યો હોવાના સમાચાર છે. નોંધનીય છે કે, થોડા દિવસ પહેલાં ખબર આવી હતી કે, ઉત્તર કોરિયાએ પહેલાની સરખામણીએ વધુ અત્યાધુનિક હથિયાર વિકસિત કર્યા છે. આ દાવો ઉત્તર કોરિયા તરફથી જ કરવામાં આવ્યો હોવાનું કહેવાઇ રહ્યું છે.

English summary
North Korea hydrogen bomb missile test.
Please Wait while comments are loading...