For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ઉત્તર કોરિયાએ જાપાનથી 170 KM દૂર સમુદ્ર તરફ બેલેસ્ટિક મિસાઈલ

રશિયા અને યુક્રેન વચ્ચે ચાલી રહેલા યુદ્ધને કારણે વિશ્વમાં પહેલેથી જ તણાવનું વાતાવરણ છે. જે દરમિયાન ઉત્તર કોરિયાના સરમુખત્યારે દરિયા તરફ ઓછામાં ઓછી એક શંકાસ્પદ બેલેસ્ટિક મિસાઈલ છોડી હતી.

|
Google Oneindia Gujarati News

સિયોલ, 24 માર્ચ : રશિયા અને યુક્રેન વચ્ચે ચાલી રહેલા યુદ્ધને કારણે વિશ્વમાં પહેલેથી જ તણાવનું વાતાવરણ છે. જે દરમિયાન ઉત્તર કોરિયાના સરમુખત્યારે દરિયા તરફ ઓછામાં ઓછી એક શંકાસ્પદ બેલેસ્ટિક મિસાઈલ છોડી હતી. દક્ષિણ કોરિયા અને જાપાનની સેના અનુસાર, તે 2017 પછીની સૌથી મોટી મિસાઈલ છે અને તેને ઉત્તર જાપાનની નજીક માત્ર 170 કિમી દૂરથી છોડવામાં આવી છે. મળતી માહિતી મુજબ આ વખતે બેલેસ્ટિક મિસાઈલ 6000 કિલોમીટરથી વધુની ઉંચાઈ પર ઉડી છે.

North Korea

ઉત્તર કોરિયાના પાડોશી દેશો જાપાન અને દક્ષિણ કોરિયાની સેનાઓનું કહેવું છે કે, તે દેખીતી રીતે તેની શસ્ત્ર પ્રણાલીની ક્ષમતા વધારવા માગે છે અને તે પ્રક્રિયા તેની સૌથી મોટી ઇન્ટરકોન્ટિનેન્ટલ બેલેસ્ટિક મિસાઇલ (ICBM)ના પ્રક્ષેપણ પછી જ પૂર્ણ થશે. આ વર્ષે ઉત્તર કોરિયાનું આ 12મું પ્રક્ષેપણ હતું. ગયા રવિવારના રોજ ઉત્તર કોરિયાએ દરિયામાં શંકાસ્પદ શેલ છોડ્યા હતા.

દક્ષિણ કોરિયાના જોઈન્ટ ચીફ્સ ઑફ સ્ટાફે તરત જ જણાવ્યું ન હતું કે, આ પ્રક્ષેપણ કોણે કર્યું હતું અથવા તે કેટલી દૂર સુધી ઉડાન ભરી હતી. આ વચ્ચે જાપાનના સંરક્ષણ મંત્રાલયે જણાવ્યું હતું કે, ઉત્તર કોરિયાએ બેલેસ્ટિક મિસાઈલ લોન્ચ કરી હોઈ શકે છે. નિષ્ણાતો કહે છે કે, ઉત્તર કોરિયા તેના શસ્ત્રાગારને આધુનિક બનાવવા માટે ઝડપી પગલાં લઈ રહ્યું છે. ઉત્તર કોરિયાએ 2017 બાદ આવી મિસાઇલોની સંપૂર્ણ રેન્જ અથવા ક્ષમતાનું પરીક્ષણ કર્યું નથી.

ઉત્તર કોરિયાએ તેના રાજધાની ક્ષેત્રની નજીક તાજેતરના અઠવાડિયામાં બે મધ્યમ-અંતરના પરીક્ષણો હાથ ધર્યા છે. યુએસ અને દક્ષિણ કોરિયાના દળોએ પાછળથી અહેવાલ આપ્યો કે, તેમાં ઉત્તર કોરિયાના સૌથી મોટા ICBM Hwasong 17 ના ઘટકો છે. ઉત્તર કોરિયાના શાસક કિમ જોંગ ઉન સતત મિસાઈલ પરીક્ષણો કરીને દુનિયાને પડકાર આપી રહ્યા છે. તેઓ પોતાની સેના અને શસ્ત્રોને આધુનિક બનાવવાની સ્પર્ધામાં સતત શામેલ છે.

કિમ જોંગ ઉને ખાધી છે કસમ

ઉત્તર કોરિયાના નેતા કિમ જોંગ ઉન અને અમેરિકા વચ્ચે ઘણા સમયથી સંઘર્ષનું વાતાવરણ છે, પરંતુ સરમુખત્યાર નેતાએ એક ક્ષણ માટે પણ અમેરિકાની વાત માનવા તરફ ધ્યાન આપ્યું નથી. તેનાથી વિપરિત, કિમ જોંગ ઉને 'પરમાણુ અવરોધક યુદ્ધ' વિસ્તારવાની પ્રતિજ્ઞા લીધી છે. ઉલ્લેખીય છે કે, 'Nuclear Deterrent War' તે ટીમ છે, જે પરમાણુ હથિયારોની જાળવણીની સાથે સાથે પરમાણુ હથિયારોનો ઉપયોગ પણ કરે છે અને પરમાણુ યુદ્ધની સ્થિતિમાં ઓછામાં ઓછા નુકસાન માટે કામ કરે છે. અત્યારે અમેરિકા અને રશિયા પાસે આ સિસ્ટમ છે અને ઉત્તર કોરિયાએ તેને બનાવવાની પ્રતિબદ્ધતા દર્શાવી છે.

English summary
North Korea launches ballistic missile 170 KM away from Japan.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X