
ઉત્તર કોરિયાએ ચોથા ન્યુક્લિયર પરિક્ષણની તૈયારી આરંભી
આ પહેલા એક સાંસદે એક સૂત્રના હવાલાથી જણાવ્યું હતું કે ઉત્તરી હેમ્ગ્યાંગ વિસ્તારના પંગઇ-રી સ્થિત પરીક્ષણ કેન્દ્રમાં લોકો અને વાહનોની અવરજવર વધી ગઇ છે.
આ અંગે સમાચાર એજન્સી સિન્હુઆએ જણાવ્યા અનુસાર સાંસદોએ પૂછ્યું હતું કે ક્યાંક આ ચોથા ન્યુક્લિયર ટેસ્ટનો સંકેત તો નથીને? ઉત્તર કોરિયાએ આ પહેલા પંગઇ-રી કેન્દ્ર પર ત્રણ પરમાણુ પરીક્ષણો કર્યા છે. છેલ્લું પરીક્ષણ 12 ફેબ્રુઆરીના રોજ કરવામાં આવ્યું હતું.
શું દક્ષિણ કોરિયાનો એક ખાસ દૂત ઉત્તર કોરિયા મોકલવામાં આવશે? આ પ્રશ્નના જવાબમાં રયૂએ જણાવ્યું કે આ વાતચીત મારફતે રાજકીય અવરોધનો અંત લાવવાનું સ્થળ નથી. વિશેષ દૂત પણ તણાવ દૂર કરવામાં મદદગાર સાબિત થઇ શકે એમ નથી. રયૂના જણાવ્યા અનુસાર દક્ષિણ કોરિયાએ ઉત્તર કોરિયા સાથે વાતચીતનો માર્ગ મોકળો રાખ્યો છે. આ ઉપરાંત દેશની પાર્ક ગ્યુન હ્યે સરકાર વાતચીતનો માર્ગ ક્યારેય બંધ નહીં કરે.