બે પરમાણુ પરીક્ષણોની તૈયારીમાં લાગ્યું ઉત્તર કોરિયા

સમાચાર પત્ર ટેલીગ્રાફમાં જણાવ્યા પ્રમાણે દક્ષિણ કોરિયા સરકાર સાથે જોડાયેલા એક સૂત્રએ કહ્યું છે કે ઉપગ્રહથી તાજેતારમાં લેવામાં આવેલી તસવીરોમાં પ્યૂંગેરી પરમાણુ પરીક્ષણ સ્થળ પર દક્ષિણ ભાગમાં નવી ગતિવિધિઓ જોવા મળી છે.
અહેવાલ અનુસાર પરીક્ષણ કેન્દ્રના પશ્ચિમી ભાગમાં બીજી સુંરગ પર તૈયારી પહેલા જ પૂરી કરવામાં આવી ચૂકી છે. સમજવામાં આવે છે કે ઉત્તર કોરિયા આવનારા સમયમાં પોતાનું ત્રીજુ પરમાણુ પરીક્ષણ કરશે.
નોંધનીય છે કે ડિસેમ્બરમાં પ્યોંગયાંગે દાવો કર્યો હતો કે તેણે ઉપગ્રહને અંતરિક્ષ કક્ષામાં સ્થાપિત કરવા માટે રોકેટ છોડ્યું છે. આ પરીક્ષણની સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદે આકરી નિંદા કરી હતી. તેમજ ઉત્તર કોરિયા સંયુક્ત રાષ્ટ્રની ચેતવણીની ચિંતા નહીં કરતા પોતાના પરમાણું કાર્યક્રમમાં અગ્રેસર છે.












Click it and Unblock the Notifications
