For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ત્રણ સપ્તાહ બાદ દેખાયા નૉર્થ કોરિયાના તાનાશાહ કિમ જોંગ ઉન, બધી અટકળોનો અંત

પોતાના આરોગ્ય પર લાગેલી તમામ પ્રકારની અટકળો પર વિરામ લગાવીને નૉર્થ કોરિયાના તાનાશાહ કિમ જોંગ ઉન સાર્વજનિક રીતે બધાની સામે આવી ગયા છે.

|
Google Oneindia Gujarati News

પોતાના આરોગ્ય પર લાગેલી તમામ પ્રકારની અટકળો પર વિરામ લગાવીને નૉર્થ કોરિયાના તાનાશાહ કિમ જોંગ ઉન સાર્વજનિક રીતે બધાની સામે આવી ગયા છે. ત્રણ સપ્તાહ બાદ કિમ પોતાની જનતા સામે આવ્યા છે. છેલ્લા અમુક દિવસોથી તેમના વિશે તમામ પ્રકારની આશંકાઓ વ્યક્ત કરવામાં આવી રહી હતી. નૉર્થ કોરિયાના સરકારી મીડિયાએ શનિવારે પોતાના નેતા કિમ જોંગ ઉનના ફોટા જારી કર્યા છે. થોડા દિવસોથી એવા સમાચાર આવી રહ્યા હતા કે કિમ ગંભીર રીતે અસ્વસ્થ છે અને એક સર્જરી બાદ તેમની હાલત સ્થિર છે.

Kim Jong Un

ફર્ટિલાઈઝર ફેક્ટરીનુ ઉદ્ઘાટન કરવા પહોંચ્યા

જે ફોટો સામે આવ્યો છે તે રોડોંગ સિનમુન ન્યૂઝપેપરે જારી કર્યો છે. આમાં તાનાસાહ કિમ એક ફર્ટિલાઈઝર ફેક્ટરીમાં ઉદ્ઘાટન કરવા પહોંચ્યા છે. આ ફેક્ટરી રાજધાની પ્યોંગયાંગ પાસે સુનચોનમાં છે. આ ફોટામાં કિમ સાથે અમુક અધિકારી અને તેમની બહેન પણ દેખાઈ રહી છે. 11 એપ્રિલ બાદ કિમને હવે જોવામાં આવ્યા છે. આ પહેલા એવા સમાચારો આવી રહ્યા હતા કે કિમ ગંભીર રીતે બિમાર છે અથવા કોમામાં છે અથવા તેમનુ મોત થઈ ગયુ છે. ગુરુવારે યુનાઈટેડ નેશન્સ(યુએન)ના પ્રમુખ એંટોનિયો ગુટારેશે પણ કહ્યુ કે તેમની પાસે કિમના આરોગ્ય વિશે કોઈ પણ માહિતી નથી. જો કે નૉર્થ કોરિયા તરફથી તેમના શાસકના ખબાર આરોગ્ય વિશેના તમામ સમાચારોને ફગાવી દેવામાં આવ્યા છે.

ટ્રમ્પ બોલ્યા મારી પાસે છે પૂરી માહિતી

અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે થોડા દિવસ પહેલા કહ્યુ હતુ કે તેમની પાસે નૉર્થ કોરિયાના શાસક કિમ જોંગ ઉનની તબિયત વિશેની માહિતી છે અને ટૂંક સમયમાં બાકીના લોકોને પણ આની માહિતી મળી જશે. બીજી તરફ સાઉથ કોરિયાના સુરક્ષા સલાહકાર મન ચુંગ ઈને પણ કહ્યુ કે તેમની સરકારની સ્થિતિ એ વાત પર અડગ છે કે કિમ જોંગ ઉન જીવિત છે અને સ્વસ્થ છે. કિમને છેલ્લી વાર 11 એપ્રિલે થયેલી વર્કર્સ પાર્ટી પોલિતબ્યુરોની મીટિંગમાં જોવામાં આવ્યા હતા. ત્યારબાદથી તે સાર્વજનિક સમારંભોમાંથી ગાયબ હતા. 15 એપ્રિલે તેમના દાદા કિમ ઈલ સુંગનો બર્થડે હતો જે નૉર્થ કોરિયાના ફાઉન્ડર પણ છે. આ પ્રસંગે દેશમાં મોટા સ્તરે સમારંભનુ આયોજન થાય છે અને કિમ દર વર્ષે આમાં ભાગ લે છે. પરંતુ આ વખતે આમાંથી ગાયબ હતા અને ત્યારબાદ જ તેમની ખરાબ તબિયતની અટકળોએ જોર પકડી લીધુ હતુ.

આ પણ વાંચોઃ 24 કલાકમાં સામે આવ્યા 2293 કેસ, કુલ દર્દીઓની સંખ્યા 37 હજારને પારઆ પણ વાંચોઃ 24 કલાકમાં સામે આવ્યા 2293 કેસ, કુલ દર્દીઓની સંખ્યા 37 હજારને પાર

English summary
North Korean leader Kim Jong Un appears amid health rumors .
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X