હવે માતા-પિતા વગર લેબોરેટરીમાં જ પેદા થશે બાળકો, આવી હશે પુરી પ્રક્રિયા
દુનિયા ઝડપથી બદલાઈ રહી છે. એક તરફ માણસ મંગળ પર રહેવા જવા તૈયારી કરી રહ્યો છે તો બીજી તરફ પૃથ્વીના પેટાળમાં રહેલા તથ્યો બહુ જલ્દી ઉજાગર થઈ રહ્યા છે. વાત અહીં પુરી થતી નથી, હવે વાત માતા-પિતા વગર જ બાળકો પેદા કરવા સુધી પહોંચી ગઈ છે.
છેલ્લા કેટલાક વર્ષોથી દુનિયાભરના વૈજ્ઞાનિકો તેમની નવી શોધથી તમામને ચૌકાવતા આવ્યા છે. આ વખતે જાપાનના વૈજ્ઞાનિકોએ દુનિયાનું ધ્યાન તેમની તરફ ખેંચ્યુ છે. માતા-પિતા વગર બાળકો પેદા કરવાની અસંભવ લાગતી વાત હવે સાચી સાબિત થઈ રહી છે.

જાપાનના વૈજ્ઞાનિકોએ દાવો કર્યો છે કે આવનારા સમયમાં બાળકો લેબમાં તૈયાર થશે. અસંભવ લાગતી આ વાતને વૈજ્ઞાનિકોએ આવનારા વર્ષમાં સાચી સાબિત કરવાની વાત કરી છે. વૈજ્ઞાનિકોએ શુક્રાણુ અને ઇંડા બનાવ્યા છે અને આવનારા સમયમાં તે તેમાંથી ભ્રૂણ વિકસાવશે.
દાવા અનુસાર, વૈજ્ઞાનિકો સફળ થશે તો બાળકો લેબમાં જ જન્મવા લાગશે. આ મુદ્દે ક્યુશુ યુનિવર્સિટીના પ્રોફેસર કત્સુહિકો હયાશીએ જણાવ્યુ કે, અમે ટૂંક સમયમાં જાહેર કરીશું કે અમે ખૂબ નજીક છીએ. થોડા વર્ષો પહેલા ઉંદરો પર એક પ્રયોગ કર્યો હતો અને તે સફળ રહ્યો છે. તેમણે કહ્યું કે હવે કોઈપણ વયની મહિલાને બાળક થશે. માતા-પિતાને જે પણ જોઈએ તે દાખલ કરવામાં આવશે.
તેમણે આગળ જણાવ્યુ કે, માતા-પિતા જે પણ ગુણો બાળક ઇચ્છશે તે તેમનામાં આવશે. એક સંપૂર્ણ આદર્શ બાળક તૈયાર થશે.
અહીં તમને જણાવી દઈએ કે, આ પ્રક્રિયાનો ઉપયોગ કરીને વૈજ્ઞાનિકોની ટીમે સાત ઉંદર બનાવ્યા હતા. આમાં નર ઉંદરના કોષોનો ઉપયોગ કરીને ઈંડું તૈયાર કરવામાં આવ્યું. ત્યારૂબાદ તેનું ગર્ભાધાન કરવામાં આવ્યું. અહીંથી જ વૈજ્ઞાનિકોને બાળક તૈયાર કરવાનો વિચાર આવ્યો.
વૈજ્ઞાનિકોના દાવા અનુસાર, તે ઇંડા અને શુક્રાણુ બનાવી શકે છે પરંતુ ભ્રૂણની રચનામાં થોડો સમય લાગશે. આ કામમાં પાંચ વર્ષ જેટલો સમય લાગી શકે છે. આ સમગ્ર પ્રક્રિયા એકદમ સુરક્ષિત હશે.
બીજી તરફ સ્ટેનફોર્ડ યુનિવર્સિટીના પ્રોફેસર હેનરી ગ્રીલીએ કહ્યું કે, આની વિશ્વસનીયતા બનાવવામાં 10 વર્ષ લાગી શકે છે. તેમણે કહ્યું કે જો તેને 25 વર્ષ લાગી જાય તો પણ નવાઈ નહીં. તેનાથી લોકોને ઈન્ફર્ટિલિટી જેવી સમસ્યામાંથી હંમેશા માટે છુટકારો મળશે.












Click it and Unblock the Notifications
