For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

હવે અમેરિકા-ચીન માટે યુદ્ધનું મેદાન બનવા જઈ રહી છે ચાંદની ધરતી, જાણો શું છે પુરો મામલો?

વિશ્વમાં વધતી જતી ટેકનોલોજીએ તમામ દેશોને નવા વળાંક પર લાવીને મુક્યા છે. હાલ અનેક મુદ્દા પર વિવાદની શક્યતાઓ વધી રહી છે.

By Desk
|
Google Oneindia Gujarati News

વિશ્વમાં વધતી જતી ટેકનોલોજીએ તમામ દેશોને નવા વળાંક પર લાવીને મુક્યા છે. હાલ અનેક મુદ્દા પર વિવાદની શક્યતાઓ વધી રહી છે. ઘણા મુદ્દાઓ છે જેને સાંભળવામાં અજીબ લાગે છે, પરંતુ પરમાણુ શક્તિ ધરાવતા દેશો હવે તેમના પર ટકરાવ કરવાના મૂડમાં દેખાઈ રહ્યા છે. તાઈવાનના મુદ્દે ધરતી પર જોવા મળેલા મુકાબલો બાદ હવે અમેરિકા અને ચીન ચંદ્ર પર ટકરાવા જઈ રહ્યા છે.

ચંદ્રની આ ત્રણ જગ્યાઓ મુદ્દે યુદ્ધના મંડાણ

ચંદ્રની આ ત્રણ જગ્યાઓ મુદ્દે યુદ્ધના મંડાણ

અમેરિકા અને ચીન બંને ચંદ્ર પરના તેમના મિશનમાં ખૂબ જ ઝડપથી કામ કરી રહ્યા છે. હવે સવાલ એ છે કે અવકાશયાત્રીઓ ચંદ્ર પર ક્યાં ઉતરશે? આ મામલે અમેરિકા અને ચીન વચ્ચે વિવાદ થઈ શકે છે. યુએસ સ્પેસ એજન્સીએ ચંદ્ર પર 13 લેન્ડિંગ સાઇટ્સની શોધ કરી છે. એજન્સી દ્વારા તાજેતરમાં જ આ વાતનો ખુલાસો કરવામાં આવ્યો છે. આમાંની ઘણી સાઇટ્સ એવી છે કે તે ચીનના ચંદ્ર મિશનની યોજના સાથે મેળ ખાય છે.

નાસાએ 13 સ્થળોની ઓળખ કરી છે

નાસાએ 13 સ્થળોની ઓળખ કરી છે

આ મહિનાની શરૂઆતમાં એટલે કે સપ્ટેમ્બરમાં નાસાએ ચંદ્રના દક્ષિણ ધ્રુવની નજીક 13 સ્થળોની ઓળખ કરી છે. તેની યાદીને આખરી ઓપ આપવામાં આવ્યો છે.

આ ત્રણ જગ્યાએ વિવાદ થઈ શકે

આ ત્રણ જગ્યાએ વિવાદ થઈ શકે

અમેરિકા અને ચીન બંનેને ચંદ્ર પર તેનો દક્ષિણ ધ્રુવ પસંદ છે. તાજેતરમાં યુએસ સ્પેસ એજન્સી નાસાએ ચંદ્ર પર 13 સાઇટ્સની સૂચિને અંતિમ સ્વરૂપ આપ્યું છે. જેમાં ત્રણ એવી જગ્યાઓ છે જેની આસપાસ ચીન પોતાનું મિશન ઉતારવાની યોજના બનાવી રહ્યું છે.

ત્રણ વર્ષમાં ચંદ્ર પર માણસ મોકલવાનું નાસાનું લક્ષ્ય

ત્રણ વર્ષમાં ચંદ્ર પર માણસ મોકલવાનું નાસાનું લક્ષ્ય

નાસા ચંદ્ર પર તેના મિશનને ઝડપથી પૂર્ણ કરવાની તૈયારી કરી રહ્યું છે. ત્રણ વર્ષમાં માણસને ચંદ્ર પર મોકલવાની યોજના છે. યુએસ સ્પેસ એજન્સી આ યોજના પર ખૂબ આગળ વધી ગઈ છે.

નાસાની 13 લેન્ડિંગ સાઇટ્સ

નાસાની 13 લેન્ડિંગ સાઇટ્સ

ચંદ્ર પરના આર્માટિશ મિશન હેઠળ તમામ 13 સ્થળોનું નામ વૈજ્ઞાનિક અથવા ફિલોસોફરના નામ પર રાખવામાં આવ્યું છે. માલાપર્ટ મેસિફ, નોબિલ રિમ 2, અમુંડસેન રિમ, શેકલટન નજીકની ટેકરી, લીબનિટ્ઝ બીટા પ્લેટુ, હોવર્થ, ડી જાર્લેશ રિમ 1, માલાપર્ટ મેસિફ, ડી જાર્લેશ-કોશેર મેસિફ, ફૌસ્ટિની રિમ એ, કનેક્ટિંગ રિજ, કનેક્ટિંગ રિજ એક્સ્ટેંશન, ડી જાર્લેશ રિમ 2 નોબલ રિમ 1 કુલ 13 સાઇટ્સ છે. નાસાના વૈજ્ઞાનિકોના મતે તમામ જગ્યા સુરક્ષિત છે. તે ઉતરાણ માટે પણ સારી છે. આર્ટેમિસ મિશન હેઠળ નાસાના અવકાશયાત્રીઓ અહીં લગભગ સાત દિવસ રોકાશે.

નાસાના અવકાશયાત્રીઓ ચાંગ'ઇ-7 મિશન નજીક ઉતરશે

નાસાના અવકાશયાત્રીઓ ચાંગ'ઇ-7 મિશન નજીક ઉતરશે

ચાઈનીઝ જર્નલમાં પ્રકાશિત એક સમાચાર અનુસાર, ચાંગે-5 લુનર મિશન હેઠળ ચંદ્ર પર 10 થી વધુ સ્થળોની ઓળખ કરવામાં આવી છે. જ્યાં અવકાશયાત્રીઓને લેન્ડ કરી શકાય છે. નાસાના આર્ટેમિસ-3 અને ચીનના ચાંગ'ઇ-7 મિશને શેકલટન, હોવર્થ અને નોબિલ ક્રેટર નજીક લેન્ડિંગ સાઇટ્સ પસંદ કરી છે.

English summary
Now the moon land is going to become a battlefield for America-China
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X