ઓબામા વિદેશમંત્રી પદ પર કરેીને કરશે નામાંકિત

વર્તમાનમાં વિદેશ મામલાના સેનેટ સમિતિના અધ્યક્ષ 69 વર્ષીય કેરી વિદેશ નીતિના મામલા અંગે ઓબામાના ઘણા નજીક રહ્યાં છે.
એક વરિષ્ઠ અધિકારીએ શુક્રવારે જણાવ્યું કે ઓબામા શનિવારે કેરીના નામાંકનની ઘોષણા કરશે. કેરી પાસે વિદેશ નીતિ સંબંધિત વ્યાપક અનુભવ છે. વિપક્ષી રિપબ્લિકન પણ તેમના વખાણ કરી રહ્યાં છે.
જો તેમના નામ પર મોહર લાગી જાય છે તો તે હિલેરી ક્લિન્ટનના સ્થાને અમેરિકાના નવા વિદેશમંત્રી બની જશે.
ઓબામા પ્રશાસનનાં સ્મિતા સિંહને મહત્વનું પદ
ઓબામા પ્રશાસને રાષ્ટ્રપતિની વૈશ્વિક વિકાસ સમિતિના સભ્ય તરીકે એક અન્ય ભારતીય-અમેરિકન સ્મિતા સિંહની નિયુક્તિ કરી છે. આ સમિતિ રાષ્ટ્રપતિ અને અન્ય વરિષ્ઠ અમેરિકન અધિકારીઓને વૈશ્વિક વિકાસ નીતિઓ અને કામકાજની જાણકારી અને સલાહ આપશે. આ ઉપરાંત વિકાસના ખાનગી અને સાર્વજનિક ભાગાદારીના નવા ઉપક્રમોમાં પણ મદદ કરશે.












Click it and Unblock the Notifications
