For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ઓબામાની જીત પર સમર્થકોએ કરી ઉજવણી

|
Google Oneindia Gujarati News

શિકાગો, 7 નવેમ્બરઃ અમેરિકાના રાષ્ટ્રપતિ પદની ચૂંટણીમાં બરાક ઓબામાએ 303 મતો મેળવ્યા છે. આ સામે મિટ રોમની માત્ર 203 મતો મેળવી શક્યા છે. પ્રેસિડેન્ટ બનવા માટે જરૂરી 270નો જાદુઇ આંક ઓબામાએ ખૂબ ઝડપથી મેળવી લીધો હતો. આમ, અમેરિકાના રાષ્ટ્રપતિ તરીકે ઓબામા ફરી ચૂંટાઇ આવ્યા છે. પુનઃ રાષ્ટ્રપતિ બન્યા બાદ શિકાગો ખાતે તેમણે દેશને સંબોધિત કરતા કહ્યું હતું કે, મને ગર્વ છે કે હું તમારો રાષ્ટ્રપતિ છું.

દેશને સંબોધન કરતી વખતે તેમણે કહ્યું કે, હું હજુ થોડાક મહિના સતત કામ કરતો રહીશ જેથી અમેરિકનોની નોકરી જોખમમાં ના મુકાય. સારા કામ માટે સતત મહેનત કરતા રહીશુ. હું અમેરિકાના દેવામાં ડુબેલુ રહે તેવું નથી ઇચ્છતો અને તેને બહાર કાઢવા આકરી મહેનત કરીશ. રોજગારી વધારવા માટે કામ કરતા રહીશુ. હજુ ઘણો વિકાસ કરવાનો છે અને આ વિકાસની ગતિને વધારીશું. હુ ખુશ છું કે દેશની આર્થિક સ્થિતિ સુધરી છે.

તસવીરોમાં જુઓ, ઓબામાની જીત પર સમર્થકોએ કરી ઉજવણી

દિલ્હીમાં પણ ઉજવણી

દિલ્હીમાં પણ ઉજવણી

નવી દિલ્હી ખાતે બરાક ઓબામાના સમર્થકો દ્વારા તેમના વિજયની ઉજવણી કરવામાં આવી હતી. તેમના સમર્થકો અમેરિકાના ધ્વજ સાથે દિલ્હીમાં ઉજવણી કરતા જોવા મળ્યા હતા.

શિકાગોમાં જશ્ન

શિકાગોમાં જશ્ન

શિકાગોમાં બરાક ઓબમા ફરી વખત અમેરિકાના રાષ્ટ્રપતિ બન્યા હોવાની જાહેરાત થતાની સાથે જશ્નનો મહોલ સર્જાયો હતો.

શિકાગોમાં પરિવાર સાથે ઓબામા

શિકાગોમાં પરિવાર સાથે ઓબામા

સતત બીજી વખત અમેરિકાના રાષ્ટ્રપતિ બન્યા પછી બરાક ઓબામા શિકાગોમા પોતાના પરિવાર સાથે પહોંચ્યા છે.

ખુશીમાં પરિવાર

ખુશીમાં પરિવાર

અમેરિકાના રાષ્ટ્રપતિ બન્યા પછી બરાક ઓબામા શિકાગોમા પોતાના પરિવાર સાથે પહોંચ્યા હતા અને હસ્તધૂનુન કર્યું હતું.

જનમેદનીને સંબોધી

જનમેદનીને સંબોધી

અમેરિકાના રાષ્ટ્રપતિ બન્યા પછી બરાક ઓબામાએ શિકાગોમાં ઉપસ્થિતિ જનમેદનીને સંબોધી હતી.

પ્રથમ મહિલા સાથે રાષ્ટ્રપતિ

પ્રથમ મહિલા સાથે રાષ્ટ્રપતિ

સતત બીજી વખત રાષ્ટ્રપતિ બન્યા પછી બરાક ઓબામા પત્ની મિશેલ ઓબામા સાથે ઉપસ્થિત જનમેદનીને હસ્તધૂનુન કરતા જોવા મળ્યા હતા.

અને ઓબામા વિજેતા

અને ઓબામા વિજેતા

ઓબામાને જ્યારે રાષ્ટ્રપતિ પદની ચૂંટણીમાં વિજેતા જાહેર કરવામાં આવ્યા ત્યારે એ સમાચાર દર્શાવવા માટે એક મોટી સ્ક્રિન રાખવામાં આવી હતી.

English summary
After Barack Obama was re-elected as US President on Tuesday, Nov 6, his supporters celebrated his victory in a grand manner.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X