For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ઓબામાએ ભારતીય-અમેરિકન જુનિયર સાયન્ટિસ્ટ મેઘના રાવના કાર્યને વખાણ્યું

|
Google Oneindia Gujarati News

meghana-rao
વૉશિંગ્ટન, 23 એપ્રિલ : અમેરિકાના પાટનગર વૉશિંગ્ટન ખાતે યોજાયેલા તૃતિય વાર્ષિક વ્હાઈટ હાઉસ સાયન્સ ફેર ખાતે યુએસ પ્રમુખ બરાક ઓબામાએ એક ભારતીય-અમેરિકન વિદ્યાર્થિનીએ રજૂ કરેલા તેનાં સાયન્સ પ્રોજેક્ટ માટે એની પ્રશંસા કરી છે.

ઓબામાએ ઓરેગોનનાં પોર્ટલેન્ડમાં રહેતી 17 વર્ષીય મેઘના રાવની પ્રશંસા કરતા કહ્યું કે, અમે તમારા માટે ગર્વની લાગણી મહેસુસ કરીએ છીએ. આ સારું કાર્ય તમે ચાલુ જ રાખો. મેઘનાએ વ્હાઈટ હાઉસ સાયન્સ ફેરમાં ‘બાયોચાર (ચારકોલ)' પર આધારિત પોતાનાં પ્રોજેક્ટનું પ્રમુખ ઓબામા સમક્ષ વર્ણન કર્યા બાદ પ્રમુખે તેની પર પ્રશંસાનાં ફૂલ વરસાવ્યા હતા.

આ સાયન્સ ફેરમાં અમેરિકાભરમાંથી લગભગ 30 વિદ્યાર્થીઓએ પોતપોતાનાં પ્રોજેક્ટ રજૂ કર્યા હતા. મેઘના અમેરિકન નેચરલ હિસ્ટ્રી મ્યૂઝિયમની યંગ નેચરાલિસ્ટ એવોર્ડ વિજેતા પણ છે. તે જેસૂટ હાઈસ્કૂલમાં ભણે છે અને બાયોચાર વિષયમાં તે સંશોધન કાર્યમાં પ્રવૃત્ત છે. તે પોર્ટલેન્ડ જુનિયર સાયન્ટિસ્ટ્સ નામે એક સ્વૈચ્છિક સંસ્થાને માર્ગદર્શન આપે છે. આ સંસ્થા વિદ્યાર્થીઓ દ્વારા સંચાલિત છે.

English summary
Obama praised Indian-American Junior scientist Meghana Rao.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X