For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

100 મહિલાઓને પકાવીને ખાવા ઇચ્છતો હતો પોલીસ કર્મી

By Super
|
Google Oneindia Gujarati News

cannibal-cop
ન્યુયોર્ક, 27 ઑક્ટોબરઃ ન્યુયોર્કમાં એક પોલીસ અધિકારી લાંબા સમયથી 100 મહિલાઓને ઓવનમાં પકાવીને ખાવાનો પ્લાન બનાવી રહ્યો હતો. જો કે, તે આવું કંઇ કરે તે પહેલા જ તેના આ બદઇરાદાની ખબર પડી ગઇ હતી અને શુક્રવારે તેની ધરપકડ કરવામાં આવી હતી. તેનો આ ભાંડો એક ઇમેઇલથી ફૂટી ગયો હતો. અમેરિકાની ફેડરલ ઓથોરિટિઝે આ જાણકારી આપી છે.

પોલીસે આપેલી માહિતી અનુસાર, ન્યૂયોર્ક પોલીસમાં કાર્યરત જિયબૈર્તો વાલ્લે એક મહિલાનું અપહરણ કરીને તેના અંગોને પકાવીને ખાવાની યોજના બનાવી રહ્યો હતો. યોજના ક્લોરોફોર્મ થકી મહિલાને બેભાન કરી પછી વાલ્લેના 28 વર્ષ જૂના રસોડામાં લઇ જઇ પકાવાની હતી. તેણે ત્યાં એક મોટું ઓવન પણ રાખ્યું હતું. બન્ને ચર્ચા કરી રહ્યાં હતા કે જો કોઇ મહિલામાં પગ ફોલ્ડ કરી આપવામાં આવે તો એવનમાં આખી સમાઇ જશે, એ ઉપરાંત, ઓવન ફાયરમાં ધીમે-ધીમે પકાવવામાં આવે તો ઓપ્શન પર પણ ચર્ચા કરવામાં આવી હતી.

વાલ્લેની ગુરુવારે રાત્રે ધરપકડ કરવામાં આવી હતી, પરંતુ આ પ્લાનિંગમાં સામેલ બીજી વ્યક્તિને પકડવામાં આવ્યો નથી કારણ કે તે કોણ છે તે જાણી શકાયું નથી. જો કે, બન્નેએ હજુ સુધી કોઇપણ મહિલાને નુક્સાન પહોંચાડ્યું નથી.

એફબીઆઇના આસિસ્ટેન્ટ ડિરેક્ટરે કહ્યું કે, આ એક એવો આરોપ છે કે જેના પર કોમેન્ટ આપવી ઘણી જ મુશ્કેલ છે. આરોપી વિરુદ્ધ કરવામાં આવેલી ફરિયાદ બધુ વર્ણવી રહી છે. એફબીઆઇને સપ્ટેમ્બરમાં વાલ્લેની યોજના અંગે ખબર પડી હતી, વાલ્લેએ પોતાના ઘરના કોમ્પ્યુટરથી આ યોજના અંગે ઘણા મહિનાઓ સુધી ઇમેલ્સ અને ઇન્સ્ટેન્ટ મેસેજીસ થકી ચર્ચા કરી હતી.

વાલ્લેના કોમ્યુટરમાંથી એ 100 મહિલાઓની સંપૂર્ણ માહિતી પણ મળી હતી, જેને તે પોતાનો શિકાર બનાવવાની યોજના બનાવી રહ્યો હતો. ડેટાબેસમાં નામ, ફોટોગ્રાફ અને અંગત માહિતીઓ હતી. વાલ્લેએ આ ડેટાબેસ તૈયાર કરવા માટે ગેરકાયદે રીતે લો ઇન્ફોર્સમેન્ટ ડેટાબેસનો ઉપયોગ કર્યો હતો. અમુક રકમ ઓફર કરીને મહિલાઓના અપહરણ માટે વધુ એક વ્યક્તિનો ઉપયોગ કરવાની પણ તેની યોજના હતી.

English summary
A New York City police officer has been charged with plotting to kidnap, rape, torture and kill women and then cook and eat their body parts.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X