For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ઈમરાન ખાને ફરીથી આપી ન્યૂક્લિયર હુમલાની ધમકી

પાકિસ્તાનના પ્રધાનમંત્રી ઈમરાન ખાને કહ્યુ કે અમે જમ્મુ કાશ્મીરના મુદ્દાનું આંતરરાષ્ટ્રીયકરણ કરવામાં સફળ રહ્યા છે.

|
Google Oneindia Gujarati News

પાકિસ્તાનના પ્રધાનમંત્રી ઈમરાન ખાને કહ્યુ કે અમે જમ્મુ કાશ્મીરના મુદ્દાનું આંતરરાષ્ટ્રીયકરણ કરવામાં સફળ રહ્યા છે. અમે વિશ્વના નેતાઓ અને વિદેશ મંત્રાલયો સાથે વાત કરી. 1965 બાદ પહેલી વાર સંયુક્ત રાષ્ટ્રએ કાશ્મીર મુદ્દે એક બેઠક બોલાવી છે. અહીં સુધી કે આંતરરાષ્ટ્રીય મીડિયાએ આ મુદ્દો ઉઠાવ્યો છે. ઈમરાન ખાને કહ્યુ કે હું 27 સપ્ટેમ્બરે સંયુક્ત રાષ્ટ્ર મહાસભામાં બોલીશ અને કાશ્મીર મુદ્દાને વિશ્વ મંચ પર પ્રકાશમાં લાવીશ.

imran khan

તમને જણાવી દઈએ કે જ્યારથી ભારતે જમ્મુ કાશ્મીરને વિશેષ રાજ્યનો દરજ્જો આપતા અનુચ્છેદ 370ને હટાવ્યુ છે ત્યારથી પાકિસ્તાન અકળાયેલુ છે. પાકિસ્તાનના મંત્રી અને પ્રધાનમંત્રી ઈમરાન ખાન ભારતના આ પગલાને જમ્મુ કાશ્મીરની જનતા સાથે છેતરપિંડી ગણાવી ચૂક્યુ છે. લેટેસ્ટ નિવેદનમાં ઈમરાન ખાને ભારત પર પરમાણુ હુમલાની ધમકી સુદ્ધા આપી દીધી. ઈમરાન ખાને કહ્યુ કે પીઓકેમાં અમારી સેના સંપૂર્ણપણે તૈયાર છે. ઈમરાન ખાને પીએમ મોદી વિશે કહ્યુ કે તેમણે બહુ મોટી ભૂલ કરી દીધી છે.

આ તરફ પાકિસ્તાનના રાષ્ટ્રપતિ ડૉક્ટર આરિફ અલ્વીએ ભારતને જમ્મુ કાશ્મીર અપ્રત્યક્ષ પર ધમકી આપી છે. રાષ્ટ્રપતિ અલ્વીએ કહ્યુ છે કે જમ્મુ કાશ્મીરમાંથી આર્ટિકલ 370 હટાવીને અને રાજ્યને વિશેષ દરજ્જાને ખતમ કરીને ભારત આગ સાથે રમી રહ્યુ છે. ડૉક્ટર અલ્વરની માનીએ તો આ એક એવી આગ છે જે ભારતમાં ધર્મનિરપેક્ષતાને બાળીને ખાખ કરી દેશે.

ડૉક્ટર અલ્વીએ આ વાત ઈસ્લામાબાદમાં એક અમેરિકી-કેનેડિયન મીડિયાના ચેનલ વાઈસ ન્યૂઝ પર કહી છે. અલ્વીએ કહ્યુ છે કે ભારતની સરકારને જો એવુ લાગતુ હોય કે આર્ટિકલ 370ને હટાવીને અહીંની સ્થિતિ સુધરી શકે છે તો તે જિંદગીભર મૂર્ખ બની રહેવા માંગે છે. અલ્વીની માનીએ તો ભારતે બંધારણમાં ફેરભાર કરીને આતંકવાદને પ્રોત્સાહન આપ્યુ છે અને પાકિસ્તાન આના માટે બિલકુલ પણ જવાબદાર નથી.

આ પણ વાંચોઃ રાજનીતિમાં આવવાની ચર્ચા પર સંજય દત્તે મૌન તોડ્યુ્ં, જાણો શું કહ્યુંઆ પણ વાંચોઃ રાજનીતિમાં આવવાની ચર્ચા પર સંજય દત્તે મૌન તોડ્યુ્ં, જાણો શું કહ્યું

English summary
on Jammu Kashmir issue Imran Khan said I will speak at the UN General Assembly on 27 sep
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X