અમેરિકામાં મોદીના સ્વાગત માટે 300થી વધારે ભારતીય-અમેરિકન સંગઠનોએ મિલાવ્યા હાથ

વોશિંગ્ટન, 13 ઓગષ્ટ: વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સપ્ટેમ્બરમાં થનારી પહેલી અમેરિકન યાત્રા પર તેમનું ઐતિહાસિક સાર્વજનિક સ્વાગત કરવા માટે અમેરિકામાં 300થી વધારે ભારતીય-અમેરિકન સંગઠનો એક સાથે આવી ગયા છે. આ સમારંભમાં અમેરિકન સાંસદોના હાજર રહેવાની સંભાવના છે.

નવ ગઠિત ઇન્ડિયન અમેરિકન કમ્યૂનિટી ફાઉંડેશનના બેન હેઠળ યોજાનારા આ સમારંભમાં મોદી 28 સપ્ટેમ્બરના રોજ ન્યૂયોર્ક સિટીમાં ઐતિહાસિક મેડિસન સ્ક્વેર ગાર્ડનથી ભારતીય મૂળના લોકો માટે મોટી નીતિગત ભાષણ પણ આપી શકે છે. જોકે તેની અધિકારીક જાહેરાત થવાની હજી બાકી છે.

મેડિસન સ્ક્વેર ગાર્ડન ન્યૂયોર્કના મિડટાઉન મેનહટ્ટનમાં છે અને તેની ક્ષમતા 18 હજારથી 20 હજાર લોકોની છે. આ આયોજન સ્થળના ખચાખચ ભરેલા રહેવાની સંભાવના છે. આ વિદેશમાં કોઇ પણ ભારતીય વડાપ્રધાન અથવા કોઇ ભારતીય નેતા દ્વારા અત્યાર સુધી આપવામાં આવેલ સૌથી મોટું સાર્વજનિક સંબોધન હશે.

મોદીના આ સાર્વજનિક સ્વાગતને અમેરિકન ધરતી પર કોઇ પણ વિદેશી નેતાનું હાલનું સૌથી ભવ્ય સમારંભ કહેવામાં આવી રહ્યું છે. આજે જ્યાં મુખ્ય ધારાના નેતાઓને પોતાના સમારંભમાં કેટલાંક હજાર લોકોને પણ આકર્ષિત કરવામાં મુશ્કેલી થઇ જાય છે, જો મોદી 28 સપ્ટેમ્બરના રોજ એક જ આયોજન સ્થળ પર લગભગ 20 હજાર લોકોને સંબોધિત કરે છે, તો તેને અમેરિકન માનકો અનુસાર એક વિશાળ રેલી માનવામાં આવશે.

અમેરિકન ધરતી પર કોઇ વિદેશી નેતા માટે એક ઐતિહાસિક સ્વાગત સમારંભના આ અવસર પર સામુદાયિક નેતા પોતાના કોંગ્રેસ સભ્યોને આમંત્રિત કરી રહ્યા છે. આ અવસર પર મોટી સંખ્યામાં અમેરિકન સાંસદોની હાજરીની પણ સંભાવના છે.

આ ઉપરાંત મેડિસન સ્ક્વેર ગાર્ડનમાં યોજાનાર આ સમારંભનું સીધું પ્રસારણ વોશિંગ્ટન ડીસી, શિકાગો, હ્યુસ્ટન, બોસ્ટન, ટાંપા, લોસ એજિલસ, સિલિકોન વેલી સહિત અમેરિકાના લગભગ મોટા શહેરોમાં કરાવવાની વાત ચાલી રહી છે.

હાલમાં ચાલી રહેલી તૈયારીઓનું નીરિક્ષણ લેવા માટે ભાજપના નવનિયુક્ત રાષ્ટ્રીય મહાસચિવ રામ માધવ આ અઠવાડીએ વોશિંગ્ટન અને ન્યૂયોર્કમાં હતા અને તેમણે સામુદાયિક નેતાઓની સાથે બેઠક પણ કરી. અસૈન્ય પરમાણુ સમજૂતી બાદ આ પહેલી વાર છે જ્યારે મોટી સંખ્યામાં ભારતીય-અમેરિકન સંગઠન એક મંચ પર એક સાથે આવશે.

આની વચ્ચે ભારતીય અમેરિકનોએ વ્હાઇટ હાઉસની વેબસાઇટ પર એક ઓનલાઇન અભિયાન શરૂ કર્યું છે, આ અભિયાન શેનું છે તે વાંચો સ્લાઇડરમાં...

મોદી અમેરિકામાં રચશે ઇતિહાસ

મોદી અમેરિકામાં રચશે ઇતિહાસ

મોદીના આ સાર્વજનિક સ્વાગતને અમેરિકન ધરતી પર કોઇ પણ વિદેશી નેતાનું હાલનું સૌથી ભવ્ય સમારંભ કહેવામાં આવી રહ્યું છે. આજે જ્યાં મુખ્ય ધારાના નેતાઓને પોતાના સમારંભમાં કેટલાંક હજાર લોકોને પણ આકર્ષિત કરવામાં મુશ્કેલી થઇ જાય છે, જો મોદી 28 સપ્ટેમ્બરના રોજ એક જ આયોજન સ્થળ પર લગભગ 20 હજાર લોકોને સંબોધિત કરે છે, તો તેને અમેરિકન માનકો અનુસાર એક વિશાળ રેલી માનવામાં આવશે

ઐતિહાસિક સ્વાગત

ઐતિહાસિક સ્વાગત

અમેરિકન ધરતી પર કોઇ વિદેશી નેતા માટે એક ઐતિહાસિક સ્વાગત સમારંભના આ અવસર પર સામુદાયિક નેતા પોતાના કોંગ્રેસ સભ્યોને આમંત્રિત કરી રહ્યા છે. આ અવસર પર મોટી સંખ્યામાં અમેરિકન સાંસદોની હાજરીની પણ સંભાવના છે.

મોટા શહેરોમાં થશે મોદીના ભાષણનું લાઇવ પ્રસારણ

મોટા શહેરોમાં થશે મોદીના ભાષણનું લાઇવ પ્રસારણ

આ ઉપરાંત મેડિસન સ્ક્વેર ગાર્ડનમાં યોજાનાર આ સમારંભનું સીધું પ્રસારણ વોશિંગ્ટન ડીસી, શિકાગો, હ્યુસ્ટન, બોસ્ટન, ટાંપા, લોસ એજિલસ, સિલિકોન વેલી સહિત અમેરિકાના લગભગ મોટા શહેરોમાં કરાવવાની વાત ચાલી રહી છે.

મોદીના કારણે ભારતીય-અમેરિકન સંગઠનો એક સાથે આવ્યા

મોદીના કારણે ભારતીય-અમેરિકન સંગઠનો એક સાથે આવ્યા

હાલમાં ચાલી રહેલી તૈયારીઓનું નીરિક્ષણ લેવા માટે ભાજપના નવનિયુક્ત રાષ્ટ્રીય મહાસચિવ રામ માધવ આ અઠવાડીએ વોશિંગ્ટન અને ન્યૂયોર્કમાં હતા અને તેમણે સામુદાયિક નેતાઓની સાથે બેઠક પણ કરી. અસૈન્ય પરમાણુ સમજૂતી બાદ આ પહેલી વાર છે જ્યારે મોટી સંખ્યામાં ભારતીય-અમેરિકન સંગઠન એક મંચ પર એક સાથે આવશે.

વ્હાઇટ હાઉસની વેબસાઇટ પર એક ઓનલાઇન અભિયાન

વ્હાઇટ હાઉસની વેબસાઇટ પર એક ઓનલાઇન અભિયાન

આની વચ્ચે ભારતીય અમેરિકનોએ વ્હાઇટ હાઉસની વેબસાઇટ પર એક ઓનલાઇન અભિયાન શરૂ કરવામાં આવ્યું છે, જેમાં રાષ્ટ્રપતિ બરાક ઓબામાને મોદીને આમંત્રિત કરવા માટે શુભેચ્છા આપવામાં આવી રહી છે. આ અભિયાનમાં કહેવામાં આવ્યું છે, કે આ અભિયાન વ્હાઇટ હાઉસને વડાપ્રધાન મોદીને આમંત્રિત કરવા માટે શુભેચ્છા આપે છે. આ પ્રસંગે ભારતીય લોકતંત્રની ઉજવણી કરવામાં આવવી જોઇએ. ગઇકાલે શરૂ કરવામાં આવેલી આ અરજી પર કહેવામાં આવ્યું કે અમે અનુરોધ કરીએ છીએ કે અમેરિકન સરકાર આ પ્રસંગનો ઉપયોગ પોતાની એ ભૂલને સ્વીકાર કરવા માટે કરે, જ્યારે તેણે રાજનીતિથી પ્રેરિત થઇને મોદીને વિઝા આપવાથી ઇનકાર કરી દીધો હતો.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X