પાકમાં તોડાયું સો વર્ષ જૂનુ મંદિર, હિન્દુઓની ભારત જવાની માંગણી

pakistan_hindu
કરાચી, 3 ડિસેમ્બરઃ પાકિસ્તાનના કરાચીની એક અદાલતમાં મામલો અટકેલો હવા છતાં એક બિલ્ડર દ્વારા સો વર્ષ જૂના મંદિરને તોડી પાડવામાં આવતા પાકિસ્તાનમાં રહેતા હિન્દુઓ નારાજ થયા છે અને આકરો વિરોધ નોંધાવ્યો છે.

એક પાકિસ્તાની સમાચારપત્ર અનુસાર કરાચીના સોલ્જિયર બજારમાં વિભાજન પહેલાના શ્રી રામ પીર મંદિરનો ધ્વંશ કરવા ઉપરાંત મકાન તોડી પાડ્યા, જેના કારણે 40 લોકો બેઘર થયાં, જેમાં મોટાભાગના હિન્દુઓ છે.

આ ધ્વંશ બાદ પાકિસ્તાન હિન્દુ કાઉન્સિલે રવિવારે બપોરે કરાચીમાં પ્રેસ ક્લબ બહાર વિરોધ પ્રદર્શન કર્યા, તેમણે બિલ્ડર દ્વારા મંદિર અને મકાનોને તોડી પાડવા તથા પ્રશાસન તરફથી કોઇપણ પ્રકારની કાર્યવાહી નહીં કરવામાં આવતા વિરોધ કર્યો છે.

નોંધનીય છે કે આ મંદિર એ સમયે પાડવામાં આવ્યું છે, જ્યારે સિંઘ હાઇકોર્ટ શ્રી રામ પીર મંદિરને તોડી પાડવા પર રોક લગાવવાની માંગ કરતી અરજી પર સુનાવણી કરી રહી છે. આ મુદ્દે હિન્દુઓની આકરી પ્રતિક્રિયા જોવા મળી છે. પ્રકાશ નામના એક નારાજ વ્યક્તિએ કહ્યું કે, તેમણે અમારા મંદિર તોડીને અમારા દેવી-દેવતાઓનું અપમાન કર્યું છે.

પાક હિન્દુઓએ જણાવ્યું કે આ કાર્યવાહી દરમિયાન આખા વિસ્તારને પોલીસ અને અર્ધસૈનિક પાકિસ્તાન રેન્જર્સએ ઘેરી લીધા હતા. કોઇપણ બહારની વ્યક્તિને વિસ્તારમાં નહોતું જવા દેવામાં આવ્યું. જે 40 લોકોના મકાન તોડી પાડવામાં આવ્યા તેમાં શ્વેતા નામની એક મહિલા પણ છે, જેના પતિ કરાચીની બહાર છે, શ્વેતાએ કહ્યું કે તેમણે અને તેમના બાળકોએ ખુલ્લામાં આખી રાત પસાર કરી. મંદિર અને મકાની તોડી પડાતા નારાજ હિન્દુઓએ માંગણી કરી છે કે સરકાર તેમના માટે ભારત જવાની ટિકિટની વ્યવસ્થા કરે. એક મહિલાએ કહ્યું કે જો તમને અમારી જરૂરના હોય તો અમે ભારત જઇશું.

જો કે, પોલીસ અધિકારીઓએ ત્યાં મંદિર હોવાની વાતને ખારીજ કરી દીધી છે. તેમણે કહ્યું કે, તેમન અતિક્રમણ હટાવવાનો આદેશ હતો. પોલીસ ઉપાધીક્ષક પરવેજ ઇક્બાલ કહ્યું કે, ત્યાં કોઇ મંદિર નહોતું, ત્યાં મકાનોમાં કેટલાક હિન્દુ દેવી-દેવતાઓની પ્રતિમાઓ હતી પરંતુ અમને સુનિશ્ચિત કરવામાં આવ્યું હતું કે તે સુરક્ષિત છે. તેમણે કહ્યું કે, લોકોને ઘરમાંથી સામાન લઇ જવા માટે પુરતો સમય આપવામાં આવ્યો હતો. અમે કોઇને ઇજાગ્રસ્ત કર્યા નથી. ઉલ્ટું તેમણે અમારા પર પથ્થરમારો કર્યો જેમાં, અમારા કર્મી હુસૈન શાહ ઘાયલ થયા.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X