લો બોલો: પાકનો દાવો ભારત ડ્રોનથી અમારી જાસૂસી કરે છે

Written By:
Subscribe to Oneindia News

પાકિસ્તાની સેનાએ શુક્રવારે તેવો દાવો કર્યો હતો કે તેમના હવાઇ ક્ષેત્રમાં ભારતીય ડ્રેન આવી ગયું છે. જેણે તેમને ગોળીબારી કરીને નીચે પાડ્યું હતું. પાકિસ્તાની સેનાના પ્રવક્તા મેજર જનરલ આસિફ ગફૂરે ટ્વિટ કરી જણાવ્યું છે કે આ ભારતીય સેનાનું ડ્રોન છે. ગફૂરે ટવિટમાં જણાવ્યું છે કે પાકિસ્તાની સેનાએ આ ડ્રોન રખચિકરી સેક્ટરમાં એલઓસી વિસ્તારમાં ગોળી મારી પાડ્યું છે. અને ભારત ડ્રોન દ્વારા અમારી જાસૂસી કરી રહ્યું છે.

Drone

ગત વર્ષે નવેમ્બરમાં આવી રીતે જ એક પાકિસ્તાની સૈનિકે નિયંત્રણ રેખા પાસે ભારતીય ક્વાડકોપરને ગોળી મારવાની વાત ઉચ્ચારી હતી. આ પહેલા જુલાઇ 2015માં પણ પાકિસ્તાની સેનાએ કહ્યું હતું કે તેણે ભારતીય જાસૂસી ડ્રોનને ગોળી મારી હતી. જે એલઓસી પર હવાઇ ફોટોગ્રાફી કરી રહ્યું હતું. જો કે ભારતે આ તમામ આરોપોને પોકળ ગણાવ્યા છે. તેમણે કહ્યું કે ભારતનું કોઇ પણ ડ્રોન કે યૂવીએ દુર્ઘટના ગ્રસ્ત નથી થયું.

English summary
pak claims Indian quadcopter spying across LOC in Rakhchikri sector. Read more detail here.

For Breaking News from Gujarati Oneindia
Get instant news updates throughout the day.