For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

પાકિસ્તાની સેનાએ બદલ્યું નિવેદન, કહ્યું અમારી પાસે નથી મસૂદ અઝહર

પાકિસ્તાની સેનાએ બદલ્યું નિવેદન, કહ્યું અમારી પાસે નથી મસૂદ

|
Google Oneindia Gujarati News

શ્રીનગરઃ પુલવામા હુમલા બાદ પાકિસ્તાની સેના પર સતત દબાણ વધી રહ્યું છે. પુલવામા હુમલાની જવાબદારી આતંકી સંગઠન જૈશ એ મોહમ્મદે લીધી. આ આતંકી હુમલામાં જૈશ એ મોહમ્મદનો હાથ હોવાનું ડોઝિયર મળ્યા બાદ પાકિસ્તાની સેનાએ પોતાનો પક્ષ રાખ્યો છે. પાકિસ્તાની સેનાએ સ્પષ્ટ કર્યું છે કે તેમના દેશમાં જૈશ એ મોહમ્મદનું કોઈ અસ્તિત્વ જ નથી.

pakistani army

ભારત તરફથી પાકિસ્તાનના પુલવામા હુમલા પર ડોઝિયર આપ્યા બાદ પાકિસ્તાની સેના ડરી ગઈ છે. જે બાદ સેના પ્રવક્તાએ સ્પષ્ટ કર્યું કે પાકિસ્તાનનું જૈશ એ મોહમ્મદ સાથે કંઈ લેવાદેવા નથી. પાકિસ્તાની સેનાના પ્વક્તા જનરલ આસિફ ગફૂપે કહ્યું કે પુલવામા હુમલાની જવાબદારી લેનાર જૈશ એ મોહમ્મદનું પાકિસ્તાનની ધરતીથી કોઈ લેવાદેવા નથી. પાકિસ્તાની સેનાના પ્રવક્તાએ કહ્યું કે કોઈના દબાણમાં આવીને કંઈ કાર્યવાહી નથી કરી રહ્યા.

જ્યારે બીજી બાજુ પાકિસ્તાનના વિદેશ મંત્રી શાહ મહમૂદ કુરૈશીએ કહ્યું હતું કે જૈશનો મુખ્યા મસૂદ અઝહર તેમના જ દેશમાં છે. તેમણે એક ટીવી ઈન્ટર્વ્યૂમાં આ વાત કહી અને કહ્યું કે મસૂદ અઝહર વિરુદ્ધ ત્યારે જ કાર્યવાહી થઈ શકે છે જ્યારે ભારત પુખ્તાં સબૂત આપે. તેમણે કહ્યું હતું કે જો ભારતના નવા સબૂત કોર્ટમાં ટકવા લાયક હશે તો મસૂદ વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવશે.

જણાવી દઈએ કે કેટલાય ડૉક્યમેન્ટ્સને મેળવીને ડોઝિયર તૈયાર કરવામાં આવે છે. ડોઝિયર કોઈ એક વ્યક્તિ, વિષય કે ઘટના પર આધારિત હોય છે. એક ડોઝિયરમાં વ્યક્તિ, વિષય અને ઘટના સાથે જોડાયેલી જાણકારી અને સબૂત હોય છે.

આ પણ વાંચો- પીએમ મોદી સાથે વિંગ કમાંડર અભિનંદનની પત્ની બતાવીને વાયરલ કરાયેલ ફોટાનું સત્ય

English summary
Pakistan Army spokesperson Major General Asif Ghafoor has said that militant outfit Jaish-e-Mohammad does not exist in Pakistan and they have been proscribed by the United Nations as well as Pakistan.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X