પાકિસ્તાનનો દાવો- બે ભારતીય વિમાન તોડી પાડ્યાં, 1 પાયલોટને જીવતો પકડ્યો

પાકનો દાવો- બે ભારતીય વિમાન તોડી પાડ્યાં, 1 પાયલોટને પકડ્યો

જમ્મુ અને કાશ્મીરના બડગામમાં ભાતીય વાયુસેનાના ફાઈટર પ્લેન મિગ ક્રેશ થઈ ગયાં છે. આ ઘટનામાં બે પાયલોટ મૃત્યુ પામ્યા છે. જ્યારે બીજી બાજુ પાકિસ્તાની સેના દાવો કરી રહી છે કે પકિસ્તાને બે ભારતીય વિમાનોને તોડી પાડ્યાં છે. પાકિસ્તાનનો દાવો છે કે તેમણે એક પાયલોટને જીવતો પકડ્યો છે, જ્યારે એક પાયલોટ હજુ ક્યાંક છૂપાઈને બેઠો છે. જો કે ભારત તરફથી આ વિશે હજુ સુધી કોઈ ટિપ્પણી આપવામાં આવ નથી. એક વિમાન બડગામમાં ક્રેશ થયું છે, જ્યારે બીજુ્ં વિમાન પાકિસ્તાની સીમામાં ક્રેશ થયું છે. આ વચ્ચે લેહ, જમ્મૂ, શ્રીનગર અને પઠાણકોટમાં એરપો્ટ પર હાઈ અલર્ટ જાહેર કરી દેવામાં આવ્યું છે. તમામ ઉડાણ રદ કરી દેવામાં આવી છે.

surgical strike 2

બીજી બાજુ પાકિસ્તાને પણ હવાઈ સીમાનું ઉલ્લંઘન કર્યું છે. પાકિસ્તાનના 3 એફ-16 જેટ રાજૌરીના નૌશેરા સેક્ટરના બીંબર ગલીમાં દાખલ થયાં અને રોકેટથી પ્રહાર કર્યો. નાદિયાં, લાભ, ખેરી અને હમીરપુરમાં પાકિસ્તાને રોકેટ છોડી છે. જ્યારે ભારતે પાકિસ્તાનને આકરો જવાબ આપ્યો છે. ભારતે પાકિસતાનના આ F-16 ફાઈટર જેટ્સને તોડી પાડ્યાં છે.

આ પણ વાંચો- સ્ટ્રાઇક પછી ભારતમાં પાક વિમાન ઘુસ્યા, ભારતે તોડી પાડ્યું

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X