પાકિસ્તાને ભારતની ચિંતા વધારી : હાફિઝ સઇદને આપ્યા નાણા

આ મુદ્દે વિદેશ મંત્રી સલમાન ખુર્શીદે જણાવ્યું છે કે "મેં પાકિસ્તાનની પંજાબ સરકારની બજેટ જોગવાઇઓને જોઇ છે. જે મરકજ માટે બનાવવામાં આવી છે. આ માત્ર બજેટ છે જે રજૂ કરવામાં આવ્યું છે. આપણી પાસે પૂરતો સમય છે અને તેને સાવધાનીપૂર્વક જોવામાં આવશે."
બે દિવસની ઇરાક યાત્રા પર પહોંચેલા સલમાન ખુર્શીદે જણાવ્યું કે સંબંધિત એજન્સીઓની સલાહને અનુરૂપ તેનું વિશ્વેષણ કર્યા બાદ સમગ્ર મુદ્દાને પાકિસ્તાન સમક્ષ ઉઠાવવામાં આવશે. મને આશા છે કે પાકિસ્તાન આપણી ચિંતાઓનો જવાબ આપશે.












Click it and Unblock the Notifications
