હેવાનિયતની સજા! બાળકીનો રેપ અને હત્યા કરનાર અલી લટકશે ફાંસી પર

પાકિસ્તાનમાં એક નાની બાળકી સાથે બળાત્કાર અને હત્યાના આરોપમાં દોષિતને આગલા સપ્તાહે મોતના ઘાટ ઉતારી દેવામાં આવશે.

પાકિસ્તાનમાં એક નાની બાળકી સાથે બળાત્કાર અને હત્યાના આરોપમાં દોષિતને આગલા સપ્તાહે મોતના ઘાટ ઉતારી દેવામાં આવશે. આ વર્ષે જાન્યુઆરીમાં પાકિસ્તાનના પંજાબ પ્રાંતમાં એક સાત વર્ષની બાળકીનું અપહરણ, બળાત્કાર અને ત્યારબાદ તેની હત્યા કરી દેવામાં આવી હતી. પાકિસ્તાનની એન્ટી ટેરર કોર્ટે આરોપી ઈમરાન અલીને 17 ઓક્ટોબરે ફાંસી પર લટકાવવાનો આદેશ આપ્યો છે. પંજાબના કસૂર શહેરમાં બાળકી પર બળાત્કાર અને હત્યા બાદ સમગ્ર પાકિસ્તાનમાં લોકોએ દોષિતને સજા અપાવવા માટે આંદોલન કર્યુ હતુ.

સ્પેશિયલ એન્ટી-ટેરરિઝન કોર્ટે સંભળાવી હતી સજા

સ્પેશિયલ એન્ટી-ટેરરિઝન કોર્ટે સંભળાવી હતી સજા

સ્પેશિયલ એન્ટી ટેરરિઝન કોર્ટ (એટીસી) એ ઈમરાન અલી સામે બ્લેક વોરન્ટ જારી કર્યો હતો જેને 21 સજા-એ-મોત સંભળવવામાં આવી હતી. એટીસી કોર્ટના જજ શેક સજ્જાદ અહેમદે પોતાના ચુકાદામાં અલીને 17 ઓક્ટોબરે ફાંસી પર લટકાવવાનો આદેશ આપ્યો છે. એટીસીએ જધન્ય ગુનામાં દોષિત અલીને 10 લાખના દંડ સાથે ફાંસીની સજા આપી હતી. આ વર્ષના ફેબ્રુઆરીમાં અલીને કોર્ટે સજા સંભળાવી હતી.

પાકિસ્તાનમાં જોવા મળ્યો હતો ગુસ્સો

પાકિસ્તાનમાં જોવા મળ્યો હતો ગુસ્સો

આરોપી અલીએ પોતાની મોતની સજા ટાળવા માટે પાકિસ્તાનના રાષ્ટ્રપતિને પણ અપીલ કરી હતી પરંતુ તે કામ ન આવી શક્યુ. આ પહેલા આરોપી લાહોર હાઈકોર્ટમાં પણ પોતાની સજા સામે અપીલ કરી ચૂક્યો હતો પરંતુ કોર્ટે આને જધન્ય ગુનો ગણાવીને તેની અપીલ ફગાવી દીધી હતી. ત્યારબાદ પાકિસ્તાન સુપ્રીમ કોર્ટે પણ અલીને મોતની સજાથી ઓછુ ન માન્યુ. આ હ્રદય કંપાવી દેનારી ઘટના બાદ પાકિસ્તાનના શહેરોમાં દોષિતને વહેલામાં વહેલી તકે સજા કરવાની માંગ ઉઠી અને ઘણી જગ્યાએ પ્રદર્શન પણ થયા હતા.

અલીએ આ રીતે આપ્યો હતો હેવાનિયતને અંજામ

અલીએ આ રીતે આપ્યો હતો હેવાનિયતને અંજામ

પાકિસ્તાનના કસૂર શહેરમાં સાત વર્ષીય જૈનબ નામની બાળકીનું તેની આન્ટીના ઘરેથી 4 જાન્યુઆરીએ અપહરણ થયુ હતુ. અપહરણ થયાના પાંચ દિવસ બાદ બાળકીની લાશ કચરાના ઢગલામાંથી મળી આવી હતી. પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં જણાવવામાં આવ્યુ કે સગીર સાથે દુષ્કર્મ થયુ છે અને પછી તેની હત્યા કરવામાં આવી છે. આ પહેલા પોલિસે સીસીટીવીમાંથી પુરાવા એકઠા કર્યા હતા જેમાં ઈમરાન અલી જૈનબના ઘર પાસે ટહેલતો જોવા મળી રહ્યો હતો. પોલિસે અલીને એક સીરિયલ કિલર ગણાવ્યો હતો જેના પર ઘણી હત્યાઓ કરવાનો આરોપ હતો.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X