પેશાવર હુમલાનો માસ્ટરમાઇન્ડ સદ્દામ ઠાર મરાયો
ઇસ્લામાબાદ, 26 ડિસેમ્બર: પેશાવરની આર્મી શાળામાં 16 ડિસેમ્બરના રોજ જે હુમલો થયો હતો, તેમાં આતંકવાદીઓને મદદગાર રહેલા એક આતંકવાદી કમાંડરને સુરક્ષાદળોએ ખૈબર એજંસીમાં ગુરુવારે મોડી રાત્રે ઠાર માર્યો છે. આ આતંકવાદીનું નામ સદ્દામ હતુ અને માનવામાં આવી રહ્યું છે કે આર્મી શાળામાં બાળકો પર થયેલા ક્રૂર હુમલાની પાછળ તે માસ્ટરમાઇન્ડ હતો.
સદ્દામ તહરીક-એ-તાલિબાન પાકિસ્તાનનો આતંકવાદી હતો અને જમરૂદ વિસ્તારમાં પાકિસ્તાની સેનાના ઓપરેશમાં ઠાર મરાયો. સમાચાર અનુસાર આતંકવાદી કમાંડર સદ્દામ 2013માં પોલિયો ટીમ પર હુમલો કરવાના ષડયંત્રમાં સામેલ હતો. જેમાં 11 સુરક્ષાકર્મિયોના મોત થયા હતા.

આ હુમલામાં 132 બાળકો સહિત 148 લોકોના મોત થઇ ગયા હતા. અધિકારીએ જણાવ્યું કે સદ્દામ પર ઘણા કબાયલી વૃદ્ધોની હત્યાના પણ આરોપ છે. ઓક્ટોબર મહીનામાં ખૈબર એજન્સીમાં શરૂ કરવામાં આવેલ 'ઓપરેશન ખૈબર વન' હવે એજન્સીના અન્ય વિસ્તારમાં ચલાવવામાં આવી રહ્યું છે અને આતંકવાદીઓને ઠાર મારવામાં આવી રહ્યા છે.












Click it and Unblock the Notifications
