For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

સંબંધ સુધારે એ મોદી, શરીફ નહીંઃ પાક. મીડિયા

By Kalpesh
|
Google Oneindia Gujarati News

પાકિસ્તાનના વડાપ્રદાન નવાજ શરીફ દિવસેને દિવસે પાકિસ્તાની મીડિયાનો ભરોસો ખોઇ રહ્યા છે. પાકિસ્તાનના ન્યૂઝ પેપર 'ડૉન'માં રજૂ થયેલ અહેવાલને લઇ પાક. વડા નવાજ શરીફની વિશ્વસનીયતા પર સવાલ ઉઠી રહ્યા છે.

Narendra Modi

ડૉન પત્રના લેખમાં લખવામાં આવ્યું છે કે જો ભારત અને પાકિસ્તાન વચ્ચેના સંબંધો સુધારવા હોય તો તેની શરૂઆત નરેન્દ્ર મોદી તરફથી જ થઇ શકે છે. સમાચાર પત્રએ પીએમ મોદી તરફથી ચર્ચા માટે કરવામાં આવેલી પહેલ સફળ થવાની શક્યતા દર્શાવી છે.

જો કે પાકિસ્તાન મીડિયાને વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ક્ષમતા અને સોચ પર જેટલો વિશ્વાસ છે તેટલી જ પાકિસ્તાન નવાજ શરીફ પર શંકા છે. પાકિસ્તાની મીડિયાએ જણાવ્યું હતું કે, મોદી પોતાનું નિવેદન બદલી શકશે પરંતુ નવાજ શરીફ બદલે તેવું જણાતું નથી.

જો મોદી ધારે તો ભારત-પાકિસ્તાન વચ્ચેના સંબંધમાં ચોક્કસ સુધારો આવશે, પરંતુ નવાજ શરીફ વિશે આમ કહેવું મુશ્કેલ છે. જનું મુખ્ય કારણ પાકિસ્તાનની આર્મી છે. પાકિસ્તાનની આર્મી પર પોલિટિકલ કન્ટ્રોલ નથી રહ્યો. અહ્યાં જણાવવું જોઇએં કે પાક.માં ખુદ પોતાના જ દેશની આર્મીએ 30 જેટલાં વર્ષ સુધી હુકુમત ચલાવી હતી.

આગામી વર્ષે વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાર્ક સમ્મેલનમાં ભાગ લેવા માટે પાકિસ્તાન જઇ રહ્યા છે. મોદીની આ પહેલી પાકિસ્તાનની યાત્રા છે. જેને લઇ બંને દેશોને વાતચિતની નવી દિશા મળે તેવી શક્યતા સેવાઇ રહી છે.

English summary
When It comes to the relationship between India and Pakistan, Pakistan Media have no faith in Nawaz Sharif but faith in Indian PM Narendra Modi is on high.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X