For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

‘ભારતથી વધુ સહનશીલ-આઝાદ વિચારોવાળો દેશ છે અમારો': પાકિસ્તાન મંત્રી

પાકિસ્તાનના સૂચના તેમજ પ્રસારણ મંત્રી ફવાદ અહેમદ ચૌધરીએ એક એવો દાવો કર્યો છે કે જેને સાંભળ્યા બાદ તમે વિચારશો કે શું તે જોક કરી રહ્યા છે કે ખરેખર સાચુ છે.

|
Google Oneindia Gujarati News

પાકિસ્તાનના સૂચના તેમજ પ્રસારણ મંત્રી ફવાદ અહેમદ ચૌધરીએ એક એવો દાવો કર્યો છે કે જેને સાંભળ્યા બાદ તમે વિચારશો કે શું તે જોક કરી રહ્યા છે કે ખરેખર સાચુ છે. ફવાદે દાવો કર્યો છે કે તેમનો દેશ ભારતની તુલનામાં વધુ સહિષ્ણુ, સંતુલિત અને આઝાદ વિચારોવાળો દેશ છે. જ્યારે પાકની બીજી તરફ ભારતમાં કટ્ટરપંથી વિચારધારામાં વધારો થઈ રહ્યો છે. તમને જણાવી દઈએ કે ફવાદના દેશમાં થોડા દિવસો પહેલા જ છોકરીઓની એક ડઝન શાળાઓમાં આગ લગાવી દેવામાં આવી હતી. આ પગલુ આતંકવાદીઓએ છોકરીઓને શાળાએ જવાથી રોકવા માટે લીધુ હતુ.

fawad ahmed chaudhry

સિદ્ધુના પ્રવાસ પર બોલ્યા ફવાદ

ફવાદ વાસ્તવમાં છેલ્લા કેટલાક દિવસોથી રાજનેતા અને પૂર્વ ક્રિકેટર નવજોત સિંહ સિદ્ધુના પાકિસ્તાન પ્રવાસ પર બોલી રહ્યા હતા. પાકિસ્તાનની રાષ્ટ્રીય ચેનલ સાથે વાત કરતા ફવાદે કહ્યુ કે ભારતમાં કટ્ટરપંથીઓ સિદ્ધુના પાક પ્રવાસની ટીકા કરી રહ્યા છે અને સાથે વિવાદ કરી રહ્યા છે. આનાથી સાબિત થાય છે કે પાકિસ્તાનનો સમાજ કેટલો સભ્ય, સહનશીલ અને સ્વતંત્ર વિચારોવાળો છે. તમને જણાવી દઈએ કે સિદ્ધુ ઈમરાન ખાનના શપથગ્રહણ દરમિયાન પાકિસ્તાનના આર્મી ચીફ જનરલ કમર જાવેદ બાજવાને ગળે મળ્યા હતા. આ અંગે ભારતમાં ઘણો વિવાદ થયો છે. ફવાદની માનીએ તો પીએમ ઈમરાન પહેલેથી જ કહી ચૂક્યા છે કે તે શાંતિ માટે ભારત તરફ એક પગલુ આગળ વધવા તૈયાર છે.

આ પણ વાંચોઃ કેરળઃ રાહત શિબિરોમાં સીએમ પર લોકોનો ગુસ્સો, શિબિરમાં સાપ છે પણ ભોજન-પાણી નથીઆ પણ વાંચોઃ કેરળઃ રાહત શિબિરોમાં સીએમ પર લોકોનો ગુસ્સો, શિબિરમાં સાપ છે પણ ભોજન-પાણી નથી

ઈમરાને પણ કરી હતી સિદ્ધુની પ્રશંસા

પીએમ ઈમરાન ખાને પણ સિદ્ધુની પાક યાત્રા પર નિવેદન આપ્યુ હતુ અને તેમને શાંતિદૂત ગણાવ્યા હતા. ઈમરાન ખાને મંગળવારે કહ્યુ હતુ કે, 'પાકિસ્તાનમાં મારા શપથગ્રહણમાં શામેલ થવા માટે સિદ્ધુનો આભાર માનુ છુ. તેઓ અહીં શાંતિના દૂત બનીને આવ્યા હતા અને તેમને અહીં પાકિસ્તાનના લોકોએ ખૂબ જ પ્રેમ આપ્યો.' ઈમરાને સિદ્ધુના આ પ્રવાસ સાથે જોડાયેલા પ્રવાસ પર પણ પ્રતિક્રિયા આપી. તેમણે કહ્યુ કે જે લોકો આ શપથગ્રહણમમાં આવવા પર સિદ્ધુને નિશાનો બનાવી રહ્યા છે તે આ મહાદ્વીપમાં શાંતિની કોશિસોને નુકશાન પહોંચાડી રહ્યા છે. ઈમરાનની માનીએ તો શાંતિ વિના લોકો વિકાસ નહિ કરી શકે.

આ પણ વાંચોઃ રાહુલ ગાંધીએ વધાર્યુ આ યુવા નેતાનું કદ જેની સાથે ઉડી હતી લગ્નની અફવાઓઆ પણ વાંચોઃ રાહુલ ગાંધીએ વધાર્યુ આ યુવા નેતાનું કદ જેની સાથે ઉડી હતી લગ્નની અફવાઓ

English summary
Pakistan minister has claimed his country is more tolerant and balanced than India over Navjot Singh Sidhu's recent visit.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X