For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

પાકિસ્તાનમાં સંસદીય ચૂંટણી : કડક સુરક્ષા હેઠળ મતદાન

|
Google Oneindia Gujarati News

pakistan-election
ઈસ્લામાબાદ, 11 મે : પાકિસ્તાનના અસ્તિત્વ માટે મહત્વની એવી 12મી સંસદીય ચૂંટણી માટે આજે સવારે 8 વાગ્યાથી મતદાન શરૂ થઈ ગયું છે. દેશભરના લગભગ 8 કરોડ 60 લાખ મતદારો રાષ્ટ્રીય ધારાસભાની 272 બેઠકોના ઉમેદવારો તેમજ ચાર પ્રાંતિય ધારાસભાઓની 572 બેઠકો માટેના પ્રતિનિધિઓને ચૂંટી કાઢવા તેમના મતાધિકારનો ઉપયોગ કરશે.

રાષ્ટ્રીય ધારાસભા તેમજ પ્રાંતિય વિધાનસભાઓની બેઠકો માટે કુલ 15,624 ઉમેદવારો ચૂંટણીના મેદાનમાં ઉતર્યા છે. આમાં 1000 જેટલા અપક્ષ ઉમેદવારો છે. પાકિસ્તાનના માહિતી પ્રધાન આરીફ નિઝામીએ કહ્યું છે કે આ વખતની ચૂંટણી જરાય સામાન્ય પ્રકારની નથી. આ પાકિસ્તાનના અસ્તિત્વ માટેની લડાઈ છે. આ વખતે પહેલી જ વાર ચૂંટણી પંચને સ્વતંત્ર સત્તા આપવામાં આવી છે. ચૂંટણી મુક્ત, ન્યાયી અને પારદર્શી વાતાવરણમાં યોજાય એવી આશા છે.

તાલીબાનની ધમકી અને હિંસાચાર વચ્ચે આ ચૂંટણી યોજાઈ રહી છે. સરકારે આજે મતદાનના દિવસે સુરક્ષા બંદોબસ્ત જળવાઈ રહે તે માટે 6 લાખ સુરક્ષા જવાનોને તહેનાત કર્યા છે. મતદારો નેતાઓથી નારાજ છે, પણ વિકલ્પ પણ સીમિત છે. દેશના ઈતિહાસમાં 66 વર્ષમાં પહેલી જ વાર કોઈ લોકશાહી સરકારે પોતાની મુદત પૂરી કરી છે.

પ્રમુખ આસીફ અલી ઝરદારીની પાકિસ્તાન પીપલ્સ પાર્ટી, ભૂતપૂર્વ વડા પ્રધાન નવાઝ શરીફની મુસ્લિમ લીગ અને ક્રિકેટરમાંથી નેતા બનેલા ઈમરાન ખાનની તેહરીક-એ-ઈન્સાફ પાર્ટી વચ્ચે મુખ્ય જંગ છે. રવિવાર સુધીમાં ચિત્ર સ્પષ્ટ થઈ જશે કે પાકિસ્તાનમાં નવી સરકાર કોની બનશે. પાકિસ્તાનની આ ચૂંટણી પર ભારતની પણ બાજ નજર છે.

English summary
Pakistan parliamentary elections : voting under strict security.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X