For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ઈમરાનના 'નવા પાકિસ્તાન'માં ચાંદને લઈ મંત્રી-મૌલવીઓ આમનેસામને

ઈમરાનના 'નવા પાકિસ્તાન'માં ચાંદને લઈ મંત્રી-મૌલવીઓ આમનેસામને

|
Google Oneindia Gujarati News

ઈસ્લામાબાદઃ પાડોસી મુલ્ક પાકિસ્તાનમાં ચાંદને લઈ બબાલ થઈ છે. પીએમ ઈમરાન ખાનની કેબિનેટમાં સાયન્સ એન્ડ ટેક્નોલોજી મિનિ્ટર ફવાદ ચૌધરીએ એક એવું નિવેદન આપ્યું છે જે બાદ તેઓ સતત દેશના રૂઢિવાદી મૌલવિઓના નિશાના પર બની ગયા છે. ફવાદનું નિવેદન રમઝાનની શરૂઆતમાં ચાંદને જોવાને લઈ જોડાયેલું છે. દર વર્ષે આ વાતને લઈ ભારે કન્ફ્યૂઝન રહે છે કે રમઝાનના પવિત્ર મહિનામાં રોજા કઈ તારીખથી રાખવામા ંઆે. ફવાદ ચૌધરીએ આના પર વિજ્ઞાન અને લેટેસ્ટ ટેક્નોલોજીનો સહારો લેવાની વાત કહી છે. આ વાત પર દેશના મૌલવી ભડકી ઉઠ્યા છે અને પોતાનો ગુસ્સો વ્યક્ત કરી રહ્યા છે.

રમઝાન અને મોહર્રમનો સમય નક્કી થાય છે

રમઝાન અને મોહર્રમનો સમય નક્કી થાય છે

મુસ્લિમ કેલેન્ડરના નવમા અને સૌથી પવિત્ર મહિના રમઝાન, ઈદની રજ અને શોક વાળા મહિના મોહર્રમ ક્યારે મનાવવામાં આવે, તેનો ફેસલો અમાસના બાદ આવતા નવા ચાંદને જોઈ નક્કી કરવામાં આવે છે. પાકિસ્તાનમાં મૌલવિઓની આગેવાની વાળી ચાંદ જોવાની કમિટી તરફથઈ આ અંગે એલાન કરવામાં આવે છે. દશકોથી આની સત્યતાને લઈ વિવાદ પણ થતો રહે છે. પાંચ મેના રોજ ફવાદ ચૌધરીએ એક વીડયો ટ્વીટ કર્યો હતો.

ફવાદે પોતાના ટ્વીટમાં શું કહ્યું હતું

ફવાદે પોતાના ટ્વીટમાં શું કહ્યું હતું

જેમાં તેમણે કહ્યું હતું કે રમઝાન, ઈદ અને મોહર્રમના અવસર પર દર વર્ષે ચાંદ જોવાને લઈ વિવાદ થાય છે. ચાંદ જોવા અને ગણતરી કરવા માટે મૂનલાઈટિંગ કમિટી જૂની ટેક્નિક દૂરબીનનો સહારો લે છે. જ્યારે લેટેસ્ટ ટેક્નોલોજી ઉપલબ્ધ છે અને તેની મદદથી આપણે અંતિમ અને વાસ્તવિક તારીખની ગણતરી કરી શકીએ છીએ ત પછી સવાલ એ છે કે આપણે આધુનિક ટેક્નિકનો સહારો કેમ નથી લઈ રહ્યા?

મૌલવીઓના ભરોસે દેશ ન ચાલી શકે

મૌલવીઓના ભરોસે દેશ ન ચાલી શકે

ફવાદે કહ્યું કે તેમનું મંત્રાલય વૈજ્ઞાનિકો, હવામાન વિભાગના વૈજ્ઞાનિકો અને પાકિસ્તાનની અંતરિક્ષ એજન્સીઓના વૈજ્ઞાનિકોને લઈ એક સમિતિની રચના કરી શકે છે જે આગલા પાંચ વર્ષની 100 પરસેન્ટ યોગ્ય તારીખની ગણતરી કરી દેશે. જ્યારે અન્ય એક ટ્વીટમાં તેમણે કહ્યું કે દેશને કેવી રીતે ચલાવવો જોઈએ, તેને મૌલવીઓના ભરસે ન છોડી શકાય. તેમણે કહ્યું કે, આગળનો સફર યુવાઓને લઈ જવાનો છે, મુલ્લાઓને નહી માત્ર પ્રૌદ્યોગિકી દેશને આગળ લઈ જઈ શકે છે.

મૌલવી બોલ્યા- ફવાદ હદમાં રહે

મૌલવી બોલ્યા- ફવાદ હદમાં રહે

આ મુદ્દા પર ચાંદ જોનાર સમિતિના પ્રમુખ મુફ્તી મુનીબ-ઉર-રહમાને ચૌધરીને પોતાની હદમાં રહેવાની સલાહ આફી દીધી છે. તેમણે કરાચીમાં એક મીડિયા કોન્ફ્રેન્સમાં કહ્યું, મેં પીએમ ઈમરાન ખાનને અપીલ કરી છે કે સંબંધિત મંત્રીજ ધાર્મિક મામલા વિશે વાત કરે.

Ramadan 2019: 7 મેના રોજ થશે પહેલા રોજા, જાણો કેટલીક ખાસ વાતોRamadan 2019: 7 મેના રોજ થશે પહેલા રોજા, જાણો કેટલીક ખાસ વાતો

English summary
Pakistan's science and technology minister Fawad Chaudhry has said people should trust techlology for sighting the moon Ramadan.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X