For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

પાકિસ્તાને ભારતને મોકલ્યું 2.86 લાખ રૂપિયાનું બિલ, જાણો કારણ

પાકિસ્તાને ભારતને 2.86 લાખ રૂપિયાનું બિલ મોકલ્યું છે. આ બિલ ભારતના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ઘ્વારા ઉપયોગ કરવામાં આવેલા ભારતીય વાયુસેના વિમાનના રુટ નેવિગેશન ચાર્જ રૂપે મોકલવામાં આવ્યું છે.

By Prajapati Anuj
|
Google Oneindia Gujarati News

પાકિસ્તાને ભારતને 2.86 લાખ રૂપિયાનું બિલ મોકલ્યું છે. આ બિલ ભારતના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ઘ્વારા ઉપયોગ કરવામાં આવેલા ભારતીય વાયુસેના વિમાનના રુટ નેવિગેશન ચાર્જ રૂપે મોકલવામાં આવ્યું છે. આપણે જણાવી દઈએ કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી 25 ડિસેમ્બર 2015 દરમિયાન પાકિસ્તાન યાત્રા પર ગયા હતા. નરેન્દ્ર મોદીની યાત્રા જ્યારે થઇ હતી ત્યારે તેઓ રશિયા અને અફગાનિસ્તાનથી પાછા આવી રહ્યા હતા. તે યાત્રાનો રુટ નેવિગેશન ચાર્જ 1.49 લાખ રૂપિયા આવ્યો હતો.

narendra modi

પાકિસ્તાનમાં રહેલા ભારતીય આયોગ ઘ્વારા આપવામાં આવેલી જાણકારી અનુસાર પીએમ મોદી ઘ્વારા 22-23 મેં 2016 દરમિયાન ઈરાનની યાત્રા દરમિયાન પાકિસ્તાને રુટ નેવિગેશન ચાર્જ રૂપે 77,215 રૂપિયાનું બિલ મોકલ્યું હતું.

ત્યાં જ 4-6 જૂન 2016 દરમિયાન પીએમ મોદી ઘ્વારા કતારની યાત્રા કરવામાં આવી હતી જેના માટે તેમને રુટ નેવિગેશન ચાર્જ રૂપે 59,215 રૂપિયા ચાર્જ લાગ્યો હતો. આ બધી જ યાત્રા દરમિયાન પીએમ મોદીનું વિમાન પાકિસ્તાનના આકાશથી પસાર થયું હતું. આ બધી જ જાણકારી આરટીઆઈ ઘ્વારા મળી છે. આરટીઆઈ કાર્યકર્તા લોકેશ બત્રા ઘ્વારા તેની જાણકારી માંગવામાં આવી હતી.

આરટીઆઈ ઘ્વારા જાણવા મળ્યું છે કે વર્ષ 2014 થી 2016 દરમિયાન મોદીની યાત્રા માટે ભારતીય વાયુસેના વિમાનના ઉપયોગ પર લગભગ 2 કરોડ રૂપિયા ખર્ચ થયા છે. ઘણી વખત પીએમ મોદીનું વિમાન પાકિસ્તાનમાંથી પણ પસાર થયું છે. જેના કારણે પાકિસ્તાને રુટ નેવિગેશન ચાર્જ રૂપે બિલ મોકલ્યું છે.

English summary
Pakistan sends 2.86 lakhs bill on pm modi airplane passed navigation root
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X