For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

પાકિસ્તાનમાં મોટી રેલ દૂર્ઘટનાઃ 2 ટ્રેનો પરસ્પર ટકરાતા અત્યાર સુધી 30 લોકોના મોત, અનેક ઘાયલ

પાકિસ્તાનમાં સોમવારે સવારે એક બહુ મોટી રેલ દૂર્ઘટના બની ગઈ છે.

|
Google Oneindia Gujarati News

નવી દિલ્લીઃ પાકિસ્તાનમાં સોમવારે સવારે એક બહુ મોટી રેલ દૂર્ઘટના બની ગઈ છે. પાકિસ્તાનના સિંધના ડહારકી વિસ્તારમાં 2 એક્સપ્રેસ ટ્રેનો પરસ્પર ટકરાઈ ગઈ છે જેમાં અત્યાર સુધી 30 લોકોના મોત થઈ ચૂક્યા છે. જણાવવામાં આવી રહ્યુ છે કે ઘણા લોકો ઘાયલ છે. પાકિસ્તાના એઆઈવાઈ ન્યૂઝ રિપોર્ટ મુજબ સર સૈયદ એક્સપ્રેસ ટ્રેન અને મિલ્લત એક્સપ્રેસ ટ્રેન ઘોટકીમાં રેતી અને દહરકી રેલવે સ્ટેશનો વચ્ચે પરસ્પર ટકરાઈ ગઈ જેમાં આ બહુ મોટી રેલ દૂર્ઘટના બની ગઈ છે. દૂર્ઘટનામાં હાલમાં 40થી 50 લોકો ઘાયલ જણાવાઈ રહ્યા છે. મોતના આંકડામાં વધારો થવાની સંભાવના છે.

train accident

ટ્રેન અકસ્માત સવારે 3.45 વાગે થયો

રિપોર્ટ મુજબ મિલ્લત એક્સપ્રેસ કરાંચીથી સરગોધા અને સૈયદ એક્સપ્રેસ રાવલપિંડીથી કરાંચી જઈ રહી હતી. દૂર્ઘટના સોમવારે(7 જૂન) સવારે 3 વાગીને 45 મિનિટે બની. જિયો ટીવીના રિપોર્ટ મુજબ દૂર્ઘટનાના 3-4 કલાક સુધી ઘટના સ્થળે કોઈ બચાવ કાર્ય શરૂ થયુ નહોતુ. દૂર્ઘટના બાદ ઘાયલોને હોસ્પિટલ લઈ જવામાં આવી રહ્યા છે. ઘોટકી, ધારકી, ઓબરો અને મીરપુર મથેલોની હોસ્પિટલોમાં ઈમરજન્સીની સ્થિતિ ઘોષિત કરી દેવામાં આવી છે અને ડૉક્ટરો અને પેરામેડિકલ સ્ટાફને ડ્યુટી પર બોલાવવામાં આવ્યો છે.

પાકિસ્તાન રેલવે દૂર્ઘટના પર અધિકારીઓએ શું કહ્યુ?

ઘોટકીના કમિશ્નર ઉસ્માન અબ્દુલ્લાએ કહ્યુ કે ઘટનામાં ઓછામાં ઓછા 30 લોકો માર્યા ગયા છે જ્યારે 50 અન્ય ઘાયલ છે. જો કે અધિકારીઓએ નાગરિકોને બચાવવામાં ઘણી મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો હતો કારણકે કોચ પલટી ગયા હતા. તેમણે કહ્યુ કે મૃતકોની સંખ્યા વધી શકે છે.

જિયો ન્યૂઝ સાથે વાત કરીને કમિશ્નર અબ્દુલ્લાએ કહ્યુ કે ઘટનામમાં 13થી 14 ડબ્બા પાટા પરથી ખડી પડ્યા જ્યારે6થી 8 ડબ્બા સંપૂર્ણપણે નષ્ટ થઈ ગયા. તેમણે કહ્યુ કે જે લોકો હજુ પણ ફસાયેલા છે તેમને બહાર કાઢવા બચાવ અધિકારીઓ માટે એક પડકાર છે. તેમણે કહ્યુ, 'આ એક પડકારરૂપ કાર્ય છે. લોકો હજુ પણ ફસાયેલા છે, તેમને બહાર કાઢવામાં ભારે મશીનરીનો ઉપયોગ કરવામાં સમય લાગશે.' તેમણે કહ્યુ કે જિલ્લામાં મેડિકલ ઈમરજન્સીની ઘોષણા કરી દેવામાં આવી છે અને બધા ડૉક્ટરો અને પેરામેડિકલ સ્ટાફને બોલાવવામાં આવ્યા છે.

English summary
Pakistan train accident: 30 death in Sir Syed Express and Millat Express train accident.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X