For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ગ્રે લિસ્ટમાં આવ્યા બાદ પાકિસ્તાને આપ્યુ પોતાના વલણમાં સુધારાનું વચન

પાકિસ્તાનને ફરીથી એકવાર ફાઈનાન્સિયલ એક્શન ટાસ્ક ફોર્સ (એફએટીએફ) એ ગ્રે લિસ્ટમાં નાખી દીધુ છે.

|
Google Oneindia Gujarati News

પાકિસ્તાનને ફરીથી એકવાર ફાઈનાન્સિયલ એક્શન ટાસ્ક ફોર્સ (એફએટીએફ) એ ગ્રે લિસ્ટમાં નાખી દીધુ છે. ફ્રાન્સની રાજધાની પેરિસમાં આ સપ્તાહમાં થયેલી બેઠકમાં પાકને ફરીથી આ લિસ્ટમા નાખવાનો નિર્ણય કરવામાં આવ્યો. લિસ્ટ આવ્યા બાદ પાકિસ્તાને શનિવારે વચન આપ્યુ છે કે તે મની લોન્ડ્રિંગને ખતમ કરવા અને આતંકીઓને થતી આર્થિક મદદ પર રોક લગાવશે અને કાર્યવાહી કરશે. પાકિસ્તાનના જે અધિકારીઓ આ બેઠકમાં હાજર હતા તેમણે ઘણી કોશિશ કરી કે એફએટીએફ તેને આ લિસ્ટમાં ન નાખે પરંતુ કોઈ પણ તરકીબ કામમાં ન લાગી.

pakistan

ઘણા દેશોએ કર્યુ હતુ સમર્થન

અમેરિકા, ફ્રાન્સ, જર્મની અને યુનાઈટેડ કિંગડમ બધાએ ફેબ્રુઆરીમાં થયેલી બેઠકમાં ચર્ચા કરી હતી કે પાકિસ્તાનને ફરીથી ગ્રે લિસ્ટમાં શામેલ કરવુ જોઈએ. પાકિસ્તાનને વર્ષ 2012 થી 2015 સુધી આ લિસ્ટમાં રાખવામાં આવ્યુ હતુ. એફએટીએફ તરફથી પાકિસ્તાન સરકારને જણાવવામાં આવ્યુ છે કે તેણે આ લિસ્ટમાંથી બહાર આવવા માટે શું કરવાનું છે. પાકિસ્તાનના પ્રતિનિધિમંડળ જેને નાણામંત્રી ડૉક્ટર શમશાદ અખ્તર લીડ કરી રહ્યા હતા તેમણે એફએટીએફને અવગત કરાવ્યુ કે પાકિસ્તાને આતંકવાદીએ મળતી આર્થિક મદદ રોકવા અને મની લોંડ્રિંગ પર લગામ કસવા માટે પગલાં લીધા છે. તેમણે અપીલ કરી કે પાકિસ્તાનને હવે પછી ગ્રે લિસ્ટમા નાખવામાં ન આવે.

અર્થવ્યવસ્થા પર પડશે પ્રભાવ

પાકિસ્તાનનો દાવો છે કે એફએટીએફના સૂચનો પાકિસ્તાનના સિક્યોરિટી એન્ડ કાઉન્ટરિંગ ફાઈનાન્સિંગ એટલે કે એસઈપીસી તરફથી એન્ટી મની લોંડ્રિંગ એન્ડ કાઉન્ટરિંગ ફાઈનાન્સિંગ ઓફ ટેરરિઝમ રેગ્યુલેશન 20 જૂન, 2018 ના રોજ જારી કરવામાં આવ્યા હતા. આ પહેલા 8 જૂને નેશનલ સિક્યોરિટી કમિટી (એનએસસી) એ ફરીથી એફએટીએફ સાથે સહયોગ કરવાના પોતાના વચનને પુનરાવર્તિત કર્યુ છે. પાકિસ્તાન આ લિસ્ટમાં ન આવે તેની ખૂબ મહેનત કરવામાં આવી રહી હતી. અધિકારીઓને ડર છે કે આ લિસ્ટમાં આવ્યા બાદ હવે પાકિસ્તાનની અર્થવ્યવસ્થા પર ખરાબ અસર પડશે કે જે પહેલેથી જ ખરાબ સમયમાં ચાલી રહી છે. આ લિસ્ટમાં આવનાર પાકિસ્તાન નવમો દેશ છે. બીજા દેશો જે આ લિસ્ટમાં શામેલ છે તે ઈથોપિયા, સર્બિયા, શ્રીલંકા, સીરિયા, ત્રિનિદાદ અને ટોબેગો, ટ્યુનિશિયા અને યમન છે.

English summary
Pakistan vowed on Saturday to tighten regulations and follow an action plan to curb money laundering and terror financing.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X