For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

મુસાફરોએ 32 ટનની ટ્રેન કાર ઉંચકી ટોકિયોમાં મહિલાનો જીવ બચાવ્યો

|
Google Oneindia Gujarati News

ટોકિયો, 23 જુલાઇ : એક એજાણી વ્યક્તિ માટેની લાગણી કેવી હોઇ શકે તેનું ઉદાહરણ આજે જાપાનના ટોકિયોમાં જોવા મળ્યું હતું. અંદાજે 40 ટ્રેન મુસાફરોએ આજે પ્લેટફોર્મ અને ટ્રેન વચ્ચેની જગ્યામાં ફંસેયાલી એક મહિલાને બચાવા એક આખીય ટ્રેનને ઘક્કો માર્યો હતો, અને મહિલાને સુરક્ષિત રીતે બહાર કાઢી હતી.

આ ઘટના બની ત્યારે ટોકિયોના સમાચાર પત્ર Yomiuri Shimbunના ફોટો જર્નલિસ્ટ ઘટનાસ્થળ પર હાજર હતા. તેમણે આ ઘટનાના ફોટો લીધા હતા. આ ઘટનાને કારણે ટ્રેન માત્ર 8 મીનિટ વિલંબ પામી હતી. આ સાથે મુસાફરોએ મહિલાનો જીવ બચાવ્યાનો સંતોષ માન્યો હતો.

people-lift-train-in-tokyo

ટોકિયોના ઉત્તરી વિસ્તાર સાઇતામામાં મિનામ ઉરાવા સ્ટેશને આજે વહેલી સવાલે 30 વર્ષિય મહિલા પ્લેટફોર્મ પરથી નીચે પટકાઇ હતી. ટ્રેન અને પ્લેટફોર્મ વચ્ચેની માત્ર 20 સેમીની જગ્યામાં તે ફસાઇ હતી. મહિલા પડી જવાની જાહેરાત સ્ટેશન પર કરવામાં આવતાની સાથે જ હાજર પ્રવાસીઓએ એક સાથે મળી 32 ટન વજનની ટ્રેનની એક કારને ઉંચકી હતી અને મહિલાને સુરક્ષિત બહાર કાઢી હતી.

English summary
Passengers lift 32 ton Train Car, save woman's life in Tokyo
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X