પરમાણુ હુમલો કર્યો તો ભારત આપણે ખતમ કરી દેશે: પરવેઝ મુશર્રફ

પાકિસ્તાનના પૂર્વ રાષ્ટ્રપતિ અને સેના પ્રમુખ જનરલ પરવેઝ મુશર્રફ ઘ્વારા જણાવવામાં આવ્યું છે કે પાકિસ્તાન જો ભારત પર પરમાણુ હુમલો કરશે, તો ભારત તેમને ખતમ કરી દેશે.

પાકિસ્તાનના પૂર્વ રાષ્ટ્રપતિ અને સેના પ્રમુખ જનરલ પરવેઝ મુશર્રફ ઘ્વારા જણાવવામાં આવ્યું છે કે પાકિસ્તાન જો ભારત પર પરમાણુ હુમલો કરશે, તો ભારત તેમને ખતમ કરી દેશે. યુએઈ માં રહેતા મુશર્રફે જણાવ્યું કે જો પાકિસ્તાન એક પરમાણુ બૉમ્બ ફેંકશે, તો ભારત 20 પરમાણુ બૉમ્બ ફેંકશે. પુલવામાં હુમલા દેશોની મીડિયામાં ચાલી રહેલી જંગની ખબરો વચ્ચે મુશર્રફે આ વાત જણાવી છે.

આ પણ વાંચો: Pulwama Attack: પીએમ મોદીની ચેતવણીથી ગભરાયેલ પાકિસ્તાની પીએમની અપીલ

માહોલ ઠીક હોય તો પાકિસ્તાન આવીશ

માહોલ ઠીક હોય તો પાકિસ્તાન આવીશ

પરવેઝ મુશર્રફ ઘ્વારા જણાવવામાં આવ્યું કે રાજનીતિ માહોલ સુધર્યા પછી તેઓ પાકિસ્તાન આવશે. તેમને કહ્યું કે આ સરકારના અડધા મંત્રી મારી ઓળખના છે અને એટર્ની જનરલ મારા વકીલ રહી ચુક્યા છે. તેવી સ્થિતિમાં આવું લાગે છે કે હું જલ્દી પાકિસ્તાન આવીશ.

મોદી કરતા વધારે આગ મારા દિલમાં છે

મોદી કરતા વધારે આગ મારા દિલમાં છે

પરવેઝ મુશર્રફે હાલમાં જ એક ભારતીય ન્યુઝ ચેનલ સાથે પુલવામાં હુમલા અંગે વાત કરી હતી. ત્યારે પાકિસ્તાનના રાષ્ટ્રપતિએ કહ્યું કે નરેન્દ્ર મોદી કહે છે કે મારા દિલમાં આગ છે. હું કહું છું કે જયારે કાશ્મીરી માર્યો જાય છે અને કાશ્મીરી બાળકોની આંખોમાં ગોળી વાગે છે, ત્યારે મારા દિલમાં વધારે આગ લાગે છે.

જેશનો હાથ હોવાની વાત માની હતી

જેશનો હાથ હોવાની વાત માની હતી

પરવેઝ મુશર્રફે હુમલા અંગે કહ્યું કે ભારતમાં પાકિસ્તાનને ગાળો આપવામાં આવી રહી છે. આ માહોલ ખરાબ કરવાની કોશિશ છે. આખરે આ હુમલા માટે પાકિસ્તાની સરકારને દોષ કેમ આપવામાં આવી રહ્યો છે. પુલવામાં હુમલામાં જેશનો હાથ હતો, મારી જેશ પ્રત્યે કોઈ સંવેદના નથી. પરંતુ તેમાં ઇમરાન ખાનની કોઈ જ ભૂમિકા નથી. એટલા માટે પાકિસ્તાનને દોષ આપવાનું બંધ કરો.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X