For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ફિલિપાઇન્સમાં 'બોફા' તોફાનનો આતંક, 52ના મોત

By Kumar Dushyant
|
Google Oneindia Gujarati News

મનીલા, 5 ડિસેમ્બર: પ્રતિવર્ષ લગભગ 20થી વધુ ચક્રવાતોનો સામનો કરનાર ફિલિપાઇન્સમાં 210 કિમી પ્રતિ કલાકની ઝડપે આવેલા 'બોફા' નામના તોફાને ભારે હોનારત મચાવી છે. બોફાએ દક્ષિણ દ્રીપ મિનદાનાઓમાં લગભગ 52 લોકોના મોત નિપજ્યાં છે. આ તોફાન મંગળવારે જ દ્રીપ પર આવ્યું હતું. આ જોરદાર તોફાનના આંતંક કેટલાક ઘરો કાટમાળમાં ફેરવાઇ ગયા હતા તો મજબૂત ઝાડ ઉખડી પડ્યાં હતા.

અધિકારીઓના સૂત્રોના જણાવ્યા અનુસાર હવામાન ખાતાના જણાવ્યા મુજબ મંગળવારે દેશના દક્ષિણ ભાગમાં ૨૧૦ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપથી પવન ફૂંકાયો હતો. ફિલિપાઇન્સમાં 'બોફા' નામના તોફાનના આતંકથી ઓછામાં 52 લોકોના મોત નિપજ્યાં છે. વાવાઝોડા અને વરસાદથી બચવા માટે પ૬ હજારથી વધુ લોકોને સુરક્ષિત સ્થાને ખસેડાયા હતા. હજારો વૃક્ષો ધરાશાયી થઈ ગયા છે. સોમવારથી અત્યાર સુધી ૧૪૬ ફ્લાઈટો પણ રદ કરવી પડી છે.

bopha

જ્યારે હજુ સુધી ઘણા લોકો ગુમ છે, ઘરોમાં વિજળી જતી રહી છે. દર વર્ષે ફિલિપાઇન્સમાં લગભગ 20 જેટલાં વાવાઝોડા આવે છે, જેના કારણે ભારે આર્થિક નુકશાન થાય છે. 'બોફા' અત્યાસ સુધીનું ભયંકર તોફાન હતું. ગત વર્ષે આવેલા 'વાશી' ચક્રવાતમાં લગભગ 1500 લોકોના મોત નિપજ્યાં હતા.

કંબોડિયામાં બોલવામાં આવતી ભાષા ખામેરમાં 'બોફા' નો અર્થ સુંદર ફૂલ થાય છે. થોડા સમય પહેલાં અમેરિકાના રાષ્ટ્રપતિ ચૂંટણી પહેલાં સેંડી નામના તોફાને ભારે તબાહી મચાવી હતી.

English summary
The death toll from a powerful typhoon that ravaged the southern Philippines rose to 52 on Wednesday, officials said, as rescuers battled to reach areas cut off in flash floods and mudslides.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X