Philippines Earthquake : તુર્કીએમાં તબાહી બાદ હવે ફિલિપાઇન્સમાં પણ ભૂકંપ, લોકોમાં ડરનો માહોલ

Philippines Earthquake : તુર્કીએ અને સીરિયામાં આવેલા ભૂકંપના કારણે અત્યાર સુધીમાં 41 હજારથી વધુ લોકોના મોત થયા છે અને હજૂ પણ હજારો લોકો કાટમાળમાં ફસાયા હોવાની આશંકા છે. આ વચ્ચે ફિલિપાઇન્સમાં જોરદાર ભૂકંપ નોંધાયો છે.

Philippines Earthquake : તુર્કીએ અને સીરિયામાં ગત દિવસોમાં આવેલા ભૂકંપને કારણે તબાહી મચી છે, જેમાં 41 હજારથી વધુ લોકોના મોત થયા છે. આ સાથે મૃત્યુઆંક વધવાની શક્યતા છે. આ વચ્ચે સમગ્ર દુનિયામાં પણ ઘણા દેશોનાં ભૂકંપ નોંધાઇ રહ્યો છે. જેમાં તાજેતરમાં ફિલિપાઇન્સમાં પણ ભૂકંપ નોંધાયો છે. આ ભૂકંપને કારણે લોકોમાં ડરનો માહોલ સર્જાયો છે.

ફિલિપાઈન્સમાં ભૂકંપના આંચકા

ફિલિપાઈન્સમાં ભૂકંપના આંચકા

યુનાઇટેડ સ્ટેટ્સ જિયોલોજિકલ સર્વે (યુએસજીએસ) અનુસાર ગુરુવારના રોજ મધ્ય ફિલિપાઇન્સના મસબેટ ક્ષેત્રમાં 6.1 ની તીવ્રતાનો ભૂકંપઆવ્યો હતો. સમાચાર એજન્સી એએફપીના અહેવાલ મુજબ ભૂકંપ બાદ હજૂ સુધી સુનામીની કોઈ ચેતવણી જાહેર કરવામાં આવી નથી અનેનુકસાન કે જાનહાનિના કોઈ તાત્કાલિક અહેવાલ નથી.

યુએસજીએસ દ્વારા જણાવવામાં આવ્યું છે કે, ભૂકંપનું કેન્દ્ર મસબેટની યુસોન નગરપાલિકામાં મિયાગા નજીક સ્ટેટસ ગામથી 11 કિલોમીટર(સાત માઇલ) દૂર હતું. સ્થાનિક સમય અનુસાર, બપોરે 2:00 કલાક બાદ જોરદાર ભૂકંપના આંચકા આવ્યા બાદ લોકો ગભરાટમાં આવીગયા હતા અને અપ્રિય ઘટનાના ડરથી લોકો ઘરની બહાર નીકળી ગયા હતા.

એક રિપોર્ટ અનુસાર, હજારો લોકો આખી રાત તેમના ઘરની બહાર રહ્યા અને તુર્કીએની દુર્ઘટનાનો તેમના મનમાં સતત ખૌફ હતો, તેથીતેઓએ તેમના ઘરે જવાને બદલે રસ્તાઓ પર રાત વિતાવી હતી. ઉલ્લેખનીય છે કે, તુર્કીએમાં વહેલી સવાર પહેલા ભૂકંપ આવ્યો હતો, જેનાકારણે મોટી સંખ્યામાં લોકોના મોત થયા હતા.

ભૂકંપ બાદ શાળાઓમાં રજા જાહેર કરાઇ

ભૂકંપ બાદ શાળાઓમાં રજા જાહેર કરાઇ

અહેવાલોમાં જણાવાયું છે કે, સેન્ટ્રલ ફિલિપાઈન્સમાં સતત આંચકા અનુભવાઈ રહ્યા છે, મસ્બેટ ડિપાર્ટમેન્ટ ઓફ એજ્યુકેશનને ગુરુવાર માટેવર્ગો સ્થગિત કરવાની સૂચના આપવામાં આવી છે. મસ્બેટ પ્રાંતના પોલીસ વડા રોલી અલ્બાનાએ એએફપીને જણાવ્યું હતું કે, ભૂકંપ થોડોજોરદાર હતો.

તેમણે જણાવ્યું હતું કે, હું સૂતો હતો અને ભૂકંપ પછી અમે ડરી ગયા અને ડરથી જાગી ગયા હતા. આવા સમયે અલ્બાનાએ જણાવ્યું હતું કે,પોલીસે ભૂકંપની કોઈ અસરની જાણ કરી નથી.

Usaon પોલીસ વડા કેપ્ટન રાયડેન ટોલેડોએ એએફપી સમાચાર એજન્સીને જણાવ્યું હતું કે, કેટલાક રહેવાસીઓને તેમના ઘરોમાંથી બહારકાઢવામાં આવ્યા હતા. ટોલેડોએ જણાવ્યું હતું કે, સંભવિત આફ્ટરશોક્સને કારણે હું પણ ગભરાઈ ગયો હતો.

ધરતીકંપના આંચકા આવ્યા પછીનો માહોલ

ધરતીકંપના આંચકા આવ્યા પછીનો માહોલ

દિમાસાંગ મ્યુનિસિપાલિટીના ડિઝાસ્ટર અધિકારી ગ્રેગોરિયો એડિગે જણાવ્યું હતું કે, ભૂકંપના લગભગ એક કલાક બાદ તેમણે જોરદારઆફ્ટરશોક અનુભવ્યો હતો, પરંતુ આ વિસ્તારમાં ઈમારતો અને અન્ય બાંધકામોને કોઈ નુકસાન થયું ન હતું.

આવા સમયે અધિકારી એડિગે જણાવ્યું હતું કે, અમે દરેક ગામની શાળાઓની મુલાકાત લઈશું અને શાળાની ઇમારતોની તપાસ કરીશું અનેખાતરી કરીશું કે, વર્ગો યોગ્ય બિલ્ડીંગમાં યોજાય છે કે કેમ. વિદ્યાર્થીઓની સુરક્ષા અમારા માટે સૌથી વધુ મહત્વ છે.

ઉલ્લેખનીય છે કે, ફિલિપાઈન્સમાં પણ ભૂકંપ એક સામાન્ય ઘટના છે, કારણ કે તે ઈન્ડોનેશિયાની સાથે પેસિફિક ક્ષેત્રના 'રિંગ ઓફ ફાયર'વિસ્તારમાં પણ સ્થિત છે. ફિલિપાઇન્સ પણ વારંવાર મજબૂત ધરતીકંપ અને જ્વાળામુખી ફાટવાની ઘટના નોંધાતી રહે છે.

ઉલ્લેખનીય છે કે, ધ રીંગ ઓફ ફાયર એ તીવ્ર સિસ્મિક તેમજ જ્વાળામુખીની પ્રવૃત્તિનો એક ચાપ છે, જે જાપાનથી દક્ષિણપૂર્વ એશિયા અનેપેસિફિક બેસિન સુધી વિસ્તરેલો છે.

(તમામ તસવીરો - ફિલિપાઈન્સમાં 2020 અને 2022ના ભૂકંપની છે)

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X