
કરાંચી પ્લેન ક્રેશમાં અત્યાર સુધી મળી 82 લાશો, વધુ તપાસ ચાલુ, જુઓ દૂર્ઘટનાના દર્દનાક દ્રશ્યો
પાકિસ્તાનના શહેર કરાંચીમાં શુક્રવારે એ વખતે એક મોટી દૂર્ઘટના બની ગઈ જ્યારે પાકિસ્તાન ઈન્ટરનેશનલ એરલાઈન્સ (પીઆઈએ)નુ વિમાન એરબસ 320 રહેણાંક વિસ્તાર પાસે ક્રેશ થઈ ગયુ. વિમાનમાં લગભગ 100 લોકો સવાર હતા અને માનવામાં આવી રહ્યુ છે કે બધાના આમાં મોત થઈ ગયા છે. અત્યાર સુધી 82 લાશો મેળવી લેવાઈ છે અને બાકી શબોની તપાસ ચાલી રહી છે.
એક અઠવાડિયા પહેલા હટાવી લેવામાં આવ્યા હતા પ્રતિબંધ
કરાંચીના ઝીણા ઈન્ટરનેશનલ એરપોર્ટ પર આ વિમાનને લેન્ડ કરાવવાનુ હતુ પરંતુ લેંડિંગથી થોડી સેકન્ડ પહેલા જ ગીચ વસ્તી ધરાવતા વિસ્તારમાં તે ક્રેશ થઈ ગયુ. અધિકારીઓના જણાવ્યા મુજબ એક સપ્તાહ પહેલા જ સરકાર કોરોના વાયરસના કારણે ફ્લાઈટો પર લગાવવામાં આવેલ પ્રતિબંધ હટાવ્યો હતો. પીઆઈએની ફ્લાઈટ નંબર પીકે-8303 લાહોરથી કરાંચી આવી રહી હતી. ફ્લાઈટ મલીરમાં પાસે મૉડલ કોલોની નજીક ઝીણા ગાર્ડનમાં ક્રેશ થઈ ગયુ. ફ્લાઈટમાં 91 મુસાફરો અને 8 ક્રૂ મેમ્બર્સ હતા અને બધા ઝીણા હાઉસિંગ સોસાયટીમાં થયેલ દૂર્ઘટનામાં માર્યા ગયા છે. મૉડલ કોલોની વિસ્તારમાં જ્યાં પ્લેન ક્રેશ થયુ ત્યાં કાળો ધૂમાડો ભરાઈ ગયો છે.
રહેણાંક વિસ્તારના લોકો પણ ફસાયા
સિંધના આરોગ્ય મંત્રી અજરા પેશુહોએ મીડિયાને જણાવ્યુ કે શુક્રવારે મોડી રાત સુધીમાં 82 લાશો મેળવી લેવાઈ હતી. હજુ સુધી એ સ્પષ્ટ થઈ શક્યુ નથી કે જે શબ મળી આવ્યા છે તે બધા ફ્લાઈટમાં સવાર મુસાફરો છે કે પછી રહેણાંક વિસ્તારમાં રહેતા એ નાગરિકો પણ છે જે આ દૂર્ઘટનાનો શિકાર બન્યા છે. તેમણે કહ્યુ કે બેંક ઑફ પંજાબના પ્રેસિડેન્ટ જફર મસૂદ આ દૂર્ઘટનામાં બચી ગયા છે. દૂર્ઘટના બાદ તરત જ તેમણે પોતાની માને ફોન કરીને પોતાના જીવતા હોવાની માહિતી આપી. ઘાયલો વિશે હજુ કોઈ માહિતી નથી. વર્ષ 2016 બાદ પાકિસ્તાનમાં આ મોટી વિમાન દૂર્ઘટના રેકોર્ડ કરવામાં આવી છે.

કોરોના વાયરસના કેસોમાં અત્યાર સુધીનો સૌથી વધુ વધારો, કુલ 1,25,101