For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

શું જીવિત છે સ્ટીવ જૉબ્સ, સોશિયલ મીડિયા પર વાયરલ તસવીરથી હલચલ મચી

શું જીવિત છે સ્ટીવ જૉબ્સ, સોશિયલ મીડિયા પર વાયરલ તસવીરથી હલચલ મચી

|
Google Oneindia Gujarati News

કેલિફોર્નિયાઃ Appleના કૉ-ફાઉન્ડર સ્ટીવ જૉબ્સ જીવિત છે અને હાલ તેઓ ઈજિપ્તમાં છે. આ નવી થિયરી પાછલા કેટલાક દિવસોથી સોશિયલ મીડિયા પર હલચલ મચાવી રહી છે. ઈજિપ્ત સાથે જોડાયેલ આ અફવાએ અમેરિકન લોકોના હોશ ઉડાવી દીધા છે. જણાવી દઈએ કે વર્ષ 2011માં સ્ટીવ જૉબ્સનું મૃત્યુ થયું હતું. આ નવી થિયોરી સાથે જૉબ્સનો એક ફોટોગ્રાફ પણ વાયરલ થઈ રહ્યો છે જેમાં તેઓ ખુરશી પર બેઠેલા જોવા મળી રહ્યા છે. આ ફોટોને કારણે લોકો કહેવા પર મજબૂર થઈ રહ્યા છે કે સ્ટીવ જૉબ્સ મર્યા નથી બલકે જીવિત છે.

ઈજિપ્તમાં છે સ્ટીવ જૉબ્સ

ઈજિપ્તમાં છે સ્ટીવ જૉબ્સ

ઈજિપ્તમાં જૉબ્સ જેવા જ દેખાતા એક વ્યક્તિની તસવીર વાયરલ થઈ છે. આ ફોટોને જોઈ લોકો કહી રહ્યા છે કે સ્ટીવ જૉબ્સ જીવિત છે. એપ્પલના કૉ ફાઉન્ડરે ટેક્નોલોજી વર્લ્ડમાં નવી ક્રાંતિ લાવી હતી. 56 વર્ષની ઉંમરે તેમનું નિધન થયું હતું. જૉબ્સ પૈંક્રિયાસ કેન્સરથી પીડિત હતા. સ્ટીવ જૉબ્સ જેવા દેખાતા આ શખ્સે જૂતાં પણ નથી પહેર્યાં. જે લોકો સ્ટીવ જૉબ્સ વિશે જાણે છે તેમને માલૂમ છે કે વિચારતી વખતે તેઓ હંમેશા નગ્ન પગે રહેવાનું પસંદ કરતા હતા. આ કારણે પણ આ અફવાને બળ મળી રહ્યું છે. આ દરમિયાન સોશિયલ મીડિયા પર કેટલાક યૂઝર્સનું ધ્યાન આ વ્યક્તિના કાંડા પર ગયું જેણે એપ્પલ વૉચ નથી પહેરી. જે બાદ લોકો વચ્ચે ચર્ચા થવા લાગી કે આ સ્ટીવ જૉબ્સ છે કે નહિ.

અમેરિકાથી ભાગીને ઈજિપ્ત પહોંચ્યા સ્ટીવ જૉબ્સ

અમેરિકાથી ભાગીને ઈજિપ્ત પહોંચ્યા સ્ટીવ જૉબ્સ

આ ફોટોગ્રાફ શનિવારે ફેસબુક પર પોસ્ટ કરવામાં આવ્યો હતો. જો કે આ તસવીર ક્યારની છે તે અંગે હજુ કંઈ ખુલાસો થયો નથી. આ તસવીરને સોશિયલ નેટવર્કિંગ સાઈટ રેડિટ પર પણ શેર કરવામાં આવી અને ત્યાં આ તસવીરને હજારો કોમેન્ટ મળી છે. કેટલાક લોકો માનવા લાગ્યા કે આ વ્યક્તિ સ્ટિવ જૉબ્સ છે. એક યૂઝરે લખ્યું, આ વ્યક્તિ બિલકુલ સ્ટિવ જૉબ્સ જેવો જ દેખાઈ રહ્યો છે. એકે લખ્યું કે બેસવાની રીત પણ એક સરખી જ છે. એક યૂઝરે કમેન્ટ કરી ેક બની શકે છે કે આ ફોટો સ્ટિવ જૉબ્સની જ હોય કેમ કે તેઓ ઈજિપ્ત તેમને બહુ પસંદ હતું. યૂઝર્સ માની રહ્યા છે કે સ્ટીવ જૉબ્સ અમેરિકાથી ભાગીને ઈજિપ્ત ચાલ્યા ગયા છે અને અહીં આધ્યાત્મ અને દર્શને તેમને પોતાની તરફ ખેંચી લીધા છે.

પાંચ વર્ષ પહેલા પણ અહેવાલ આવ્યા હતા

પાંચ વર્ષ પહેલા પણ અહેવાલ આવ્યા હતા

આવું પહેલીવાર નથી બન્યું જ્યારે સ્ટિવ જૉબ્સ જીવિત હાવના અહેવાલ આવી રહ્યા છે. પાંચ વર્ષ પહેલા એવા અહેવાલ આવ્યા હતા કે સ્ટિવ જૉહબ્સ બ્રાઝીલના રિયો ડી જેનેરિયોમાં ક્યાંક છૂપાયા છે. પરંતુ આ વાત સાબિત કરવા માટે પણ એકેય સબૂત નહોતું આપી શકાયું. જે સમયે સ્ટિવ જૉબ્સનું નિધન થયું ત્યારે તેઓ એપ્પલના સીઈઓ હતા અને તેમના બાદ ટિમ કુકે એપ્પલની કમાન સંભાળી રહ્યા છે. સ્ટિવ જૉબ્સે 1976માં એક ગેરેજમાં એપ્પલ કંપનીની શરૂઆત કરી હતી. ત્યાંથી શરૂ થયેલ એપ્પલની સફરે ટેક્નોલોજી વર્લ્ડને સમગ્ર રીતે બદલી નાખ્યું હતું.

2004માં કેન્સર હોવાનું માલૂમ પડ્યું

2004માં કેન્સર હોવાનું માલૂમ પડ્યું

વર્ષ 2004માં તેમને પૈંક્રિયાસ કેન્સર હોવાનું પહેલીવાર માલૂમ પડ્યું હતું. 2007માં લિવર ટ્રાન્સપ્લાન્ટ થયું હતું. પોતાના નિધનથી ત્રણ મહિના પહેલા સ્ટિવ જૉબ્સે કંપનીમાંથી રાજીનામું આપી દીધું હતું. સ્ટીવ જૉબ્સે ત્યારે કહ્યું હતું કે હવે તેમની અંદર તાકાત નથી રહી કે તેઓ કામ કરી શકે. ઓક્ટોબર 2001માં એપ્પલે આઈપૉડ લૉન્ચ કર્યું અને તેણે મ્યૂજિક ઈન્ડસ્ટ્રીને બદલીને રાખી દીધી. જેના છ વર્ષ બાદ એટલે કે 9 જાન્યુઆરી 2007માં એપ્પલે પોતાનો પહેલો આઈફોન લૉન્ચ કર્યો હતો.

<strong>આ વિદેશી કંપનીઓને મોદી સરકારના નિર્ણયથી ફાયદો થશે</strong>આ વિદેશી કંપનીઓને મોદી સરકારના નિર્ણયથી ફાયદો થશે

English summary
picture of steve jobs captured from egypt, is he alive? know about conspiracy theoryabout
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X