For Quick Alerts
For Daily Alerts
દક્ષિણ સદાનમાં પ્લેન ક્રેશ, 44ના મોત
દક્ષિણ સદાનના વાઉ હવાઇ મથક પર સુપ્રીમ એરલાઇન્સનું એક પ્લેન ક્રેશ થયું છે. રાઇટરમાં આપેલ માહિતી મુજબ આ પ્લેનમાં 44 લોકો સવાર હતા. અને પ્રાપ્ત માહિત મુજબ આ ક્રેશના કારણે મોટી સંખ્યામાં જાનહાની થઇ છે. શરૂઆતી સમાચારમાં તેવા ખબર આવ્યા હતા કે આ પ્લેન ક્રેશમાં 9 લોકોને સલામત રીતે બહાર નીકાળવામાં આવ્યા હતા. પણ પાછળથી સ્થાનિક મીડિયાએ મોટી સંખ્યામાં લોકોની મોત અંગે જાણકારી આપી રહ્યા છે.
હાલ તો અગ્નિશામક દળ દ્વારા પ્લેન ક્રેશ બાદ લાગેલી ભીષણ આગ પર કાબુ મેળવી લેવામાં આવ્યો છે. ત્યારે હાલ તો આ પ્લેનનું ક્રેશ કેવી રીતે થયું તે અંગે વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. અને પ્લેનના કાટમાળને ખસેડવામાં આવી રહ્યો છે. પણ પ્રાપ્ત માહિતી મુજબ આ પ્લેનમાં સવાર તમામ 44 યાત્રીઓની મોત થઇ છે.