For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

‘હાઉડી મોદી' ઈવેન્ટઃ પાકિસ્તાન પર ગરજ્યા પીએમ મોદી, આતંક પર નિર્ણાયક લડાઈનો સમય

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ એનઆરજી સ્ટેડિયમમાં 50 હજાર લોકોની એક વિશાળ જનસભાને હ્યુસ્ટનમાં સંબોધિત કરી.

|
Google Oneindia Gujarati News

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ એનઆરજી સ્ટેડિયમમાં 50 હજાર લોકોની એક વિશાળ જનસભાને હ્યુસ્ટનમાં સંબોધિત કરી. 'હાઉડી મોદી' કાર્યક્રમમાં તેમની સાથે અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ પણ હાજર હતા. ટ્રમ્પે ભારતીય પ્રવાસીઓને સંબોધિત કર્યા. વળી, પીએમ મોદીએ પાકિસ્તાનનુ નામ લીધા વિના તેના પર આતંકવાદ માટે હુમલો કર્યો. તેમણે કહ્યુ કે અમુક લોકો છે જે અશાંતિ ઈચ્છે છે અને આતંકનું પાલનપોષણ કરે છે. તેમને દુનિયા સારી રીતે જાણે છે.

પાકિસ્તાન પર મોદીનો હુમલો

પાકિસ્તાન પર મોદીનો હુમલો

પીએમ મોદીએ પાકિસ્તાનનુ નામ લીધા વિના તેના પર હુમલો કરતા કહ્યુ કે હવે આતંકવાદ પર નિર્ણાયક લડાઈનો સમય આવી ગયો છે. હું આ તથ્ય પર જોર આપવા ઈચ્છુ છુ કે આ લડાઈમાં રાષ્ટ્રપતિ ટ્રમ્પ મજબૂતીથી ઉભા છે. તેમણે કહ્યુ કે અમુક લોકોને અનુચ્છેદ 370 હટાવી લેવાની સમસ્યા છે. આ એ જ લોકો છે જે પોતાના જ દેશ પર વ્યવસ્થિત શાસન નથી કરી શકતા. આ એ જ લોકો છે જે આતંકવાદને ઢાલ બનાવે છે અને તેનુ પોષણ કરે છે. આખી દુનિયા તેમને બહુ સારી રીતે જાણે છે.

અનુચ્છેદ 370 પર શું બોલ્યા

અનુચ્છેદ 370 પર શું બોલ્યા

અનુચ્છેદ 370 પર બોલતા પીએમ મોદીએ કહ્યુ કે આ અનુચ્છેદે જમ્મુ કાશ્મીર અને લદ્દાખના લોકોના વિકાસ અને સમાન અધિકારોથી વંચિત રાખ્યા હતા. આતંકવાદી અને અલગાવવાદી તત્વ આ સ્થિતિનો લાભ ઉઠાવી રહ્યા હતા. હવે ત્યાં લોકોને સમાન અધિકાર મળી રહ્યા છે. તેમણે કહ્યુ કે અમે જમ્મુ કાશ્મીરમાંથી કલમ 370ને પણ ફેરવેલ આપી દીધુ છે.

આ પણ વાંચોઃ દિલ્હી: અક્ષરધામ મંદિર પાસે પોલીસની કમાન્ડો ટીમ પર ફાયરિંગઆ પણ વાંચોઃ દિલ્હી: અક્ષરધામ મંદિર પાસે પોલીસની કમાન્ડો ટીમ પર ફાયરિંગ

‘સરળ જીવનશૈલીની દિશામાં કામ'

પીએમ મોદીએ કહ્યુ કે સરકાર સરળ જીવનશૈલીની દિશામાં કામ કરી રહી છે. 5 વર્ષમાં 50 ટકા લોકો પાસે બેંક ખાતા છે. હવે ગેસ કનેક્શન 55થી 95 ટકા સુધી લોકોને મળી ગયુ છે. 10 હજારથી વધુ સરકારી સુવિધાઓ ઑનલાઈન ઉપલબ્ધ છે. પહેલા ટેક્સ રિફન્ડ આવવામાં મહિનાઓ લાગી જતા હતા પરંતુ હવે 10 દિવસોમાં રિફન્ડ સીધુ ખાતામાં જતુ રહે છે. અમે ભ્રષ્ટાચારને ફેરવેલ આપી રહ્યા છે.

‘હાઉડી મોદીનો અર્થ, ભારતમાં બધુ સારુ છે'

‘હાઉડી મોદીનો અર્થ, ભારતમાં બધુ સારુ છે'

પીએમ મોદીએ પોતાના સંબોધનમાં કહ્યુ કે જ્યારે તમે ટેકસાસની વાત કરો છો ત્યારે બધુ ભવ્ય રીતે થાય છે. અહીં માહોલ અભુતપૂર્વ અને અસાધારણ છે. તેમણે કહ્યુ કે હું ઈતિહાસ બનતો જોઈ રહ્યો છુ અને એક કેમ્સ્ટ્રી પણ. પીએમ મોદીએ આગળ કહ્યુ કે આ આયોજનને હાઉડી મોદી કહેવામાં આવ્યુ પરંતુ હું કોઈ નથી, હું 130 કરોડ ભારતીયોના નિર્દેશો પર કામ કરતો એક સામાન્ય માણસ છુ.

English summary
pm modi attacks on pakistan at howdy modi event in Houston
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X